Free Silai Machine Yojana 2023 : સિલાઈ મશીન યોજના ફોર્મ મેળવો અને જાણો સંપૂર્ણ માહિતી 2023

Free Silai Machine Yojana 2023 : આજે અમે તમને ગુજરાત ફ્રી સિલાઈ મશીન યોજના વિશે માહિતી આપી રહ્યા છીએ. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રની મફત સિલાઈ યોજના હવે રાજ્યમાં પણ મે લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યની ગરીબ અને આર્થિક રીતે નબળી મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. જેથી કરીને તેમને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ બનાવી શકાય.આ યોજના હેઠળ મફત સિલાઈ મશીન મેળવવા ઈચ્છતી રાજ્યની રસ ધરાવતી મહિલાઓએ આ યોજના હેઠળ અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ ફક્ત 20 થી 40 વર્ષની વયજૂથની મહિલાઓ જ અરજી કરી શકે છે.

Free Silai Machine Yojana 2023
Free Silai Machine Yojana 2023
યોજનાનું નામ ફ્રી સિલાઈ મશીન યોજના 2023 ( માનવ ગરિમા યોજના )
યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને રોજગારીની તકો અને આવક કમાવવાનું માધ્યમ પ્રદાન
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
અરજી કરવાનો પ્રકાર ઓનલાઈન અરજી
મળવાપાત્ર લાભ સિલાઈ મશીન
Official Website https://sje.gujarat.gov.in/

Free Silai Machine Yojana 2023

દેશની મહિલાઓને પોતાની આજીવિજા માટે બીજા કોઈનો આધાર ન રાખવો પડે અને પોતે પોતાનો વ્યવસાય કરીને નિર્વાહ કરી શકે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના 2015 માં શરૂ કરવામાં આવી હતી.

આ યોજના અંતર્ગત દેશના એવા ગરીબ વર્ગને તથા મજુરીયાત વર્ગને આ યોજના હેઠળ ફ્રી સિલાઈ મશીન સહાય આપવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓને જો આવું સિલાય મશીન મળે તો તેઓ  પોતાના ઘરે રહીને  સિલાઈ કામ કરી પોતાની રોજગારી મેળવી શકે છે, પોતે આત્મનિર્ભર બને અને સ્વમાનથી જીવી શકે છે

આ યોજનાનો લાભ ગ્રામીણ અને શહેરી બંને મહિલાઓ મેળવી શકે છે. અરજી કરવા માટે, અરજદારે આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, આવકનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઇલ નંબર આપવો આવશ્યક છે. જો અરજદાર વિકલાંગ હોય અથવા વિધવા હોય, તો તેઓએ સંબંધિત દસ્તાવેજો પણ આપવાના રહેશે.

ફ્રી સિલાઈ મશીન યોજના 2023 નો હેતુ

ગુજરાત સરકાર દ્વારા નિ:શુલ્ક સિલાઈ મશીન યોજના હેઠળ મજૂરો અને ગરીબ મહિલાઓ મફત સિલાઈ મશીન મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું સારી રીતે નિભાવ કરી શકશે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય મહિલાઓને રોજગાર આપવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓ સિલાઈ મશીન મેળવીને ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારી આવક મેળવી શકે છે. આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની આર્થિક રીતે નબળા મહિલાઓ અને શ્રમિક મહિલાઓને આપવામાં આવશે.

Free Silai Machine Yojana 2023- ફ્રી સિલાઈ મશીન માટે યોગ્યતા માપદંડ

ફ્રી સિલાઈ મશીન યોજના માટે પાત્ર બનવા માટે, અરજદારે નીચેના માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે:

  • આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર 20 થી 40 વર્ષની હોવી જોઈએ.
  • નોકરી કરતી મહિલાઓના પતિની વાર્ષિક આવક રૂ. 12000 થી વધુ ન હોવી જોઈએ.
  • મફત સિલાઈ મશીન યોજના માટે રાજ્યની માત્ર આર્થિક રીતે નબળી મહિલાઓ જ અરજી કરી શકે છે.
  • રાજ્યની વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.

ફ્રી સિલાઈ મશીન યોજના ગુજરાત 2023 માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
  • મોબાઇલ નંબર
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • અભ્યાસના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
  • જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
  • જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર

ફ્રી સિલાઈ મશીન યોજના માટે અરજી ફોર્મ ભરવા અંગેની જરૂરી માહિતી સ્ટેપ બાય સ્ટેપ જાણો.

 

  1. સૌપ્રથમ ભારત સરકારની ઓફિશિયલ વેબસાઇટ www.india.gov.in પર જાઓ.
  2. ત્યાંથી મફત સિલાઈ મશીન યોજના માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરી લો. (અંહી છેલ્લે ફોર્મ ડાઉનલોડ કરવાની Link આપેલ છે.)
  3. આ ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી માહિતી સાચી ધ્યાનથી ભરી લો.
  4. માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.
  5. ફોર્મ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે વિભાગમાં જમા કરાવવું.

ફ્રી સિલાઈ મશીન યોજના ની official વેબસાઈટ :- 

અહીં ક્લિક કરો

ફ્રી સિલાઈ મશીન યોજના નું ફોર્મ PDF ડાઉનલોડ :-

અહીં ક્લિક કરો

કુંવરબાઈનુ મામેરું યોજનાની વિગત અને અરજી ફોર્મ 2022

FAQ – સામાન્ય પૂછતાં પ્રશ્નો :

Q. મફત સિલાઈ મશીન યોજના માટે કોણ કોણ અરજી કરી શકે છે?

  • A. મફત સિલાઈ મશીન યોજના માટે રાજ્યની માત્ર આર્થિક રીતે નબળી મહિલાઓ જ અરજી કરી શકે છે.

Q. મફત સિલાઈ મશીન યોજના માટે શું ઉંમર મર્યાદા છે?

  • A. મફત સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા 20 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

Q. મફત સિલાઈ મશીન યોજના માટે ક્યાં ક્યાં પુરાવા જોઈએ છે?

  • A. 1.અરજદારનું આધાર કાર્ડ 2.જન્મ પ્રમાણપત્ર 3.આવકનું પ્રમાણપત્ર 4.જો વિકલાંગ હોય તો વિકલાંગતાનું તબીબી પ્રમાણપત્ર 5.જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર 6.પાસપોર્ટ સાઇઝનો ફોટો 7.સરનામાનો પુરાવો

Q. મફત સિલાઈ મશીન યોજના માટે ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું?

  • A. ઉપર Download પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.

Leave a Comment