કુટુંબ સહાય યોજના ( સંકટ મોચન યોજના ) અરજી ફોર્મ અને ડોક્યુમેન્ટ 2022

કુટુંબ સહાય યોજના | સંકટ મોચન, રાષ્ટ્રીય કુટુંબ યોજના ફોર્મ pdf | Sankat Mochan Yojana Application Form | Sankat Mochan Sahay Yojana Form Gujarat | sje.gujarat.gov.in 2022 | નિયામક, સમાજ સુરક્ષા ગુજરાત સરકાર | E-Samaj Kalyan | સંકટમોચન યોજના ફોર્મ pdf | રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ફોર્મ |Rashtriya Kutumb Sahay Yojana Gujarat

ગુજરાત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોની મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગરીબી રેખા હેઠળ (BPL) જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ કુદરતી કે અકસ્માતમાં મૃત્યું થાય અને આ અચાનક આવી પડેલી આફત/મુશ્કેલીવાળી પરિસ્થિતિમાં કુટુંબમાં આર્થિક સહાય આપીને મદદરૂપ થવાના હેતુસર સંકટ મોચન યોજના કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના National Family Benefit Scheme (NFBS) ના નામે પણ ઓળખાય છે.

 કુટુંબ સહાય યોજના

✤ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અથવા સંકટ મોચન યોજના માહિતી

✦ સંકટ મોચન યોજના અને મરણોતર સહાય યોજના મા મળવાપાત્ર સહાય :

1. કુદરતી સંજોગોમાં મૃત્યુ થવાના કિસ્સામાં રૂ. 20,000 / –

2. અકસ્માતને કારણે મૃત્યુ થવાના કિસ્સામાં રૂ. 20,000 / –

કુટુંબ ઉપર કોઈ પણ આફત આવે ત્યારે તે પરિવારને સહાયરૂપ થઈ શકાય તે માટે વધુ રોકડ સહાય આપવાની જોગવાઈ આ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં કરવામાં આવી છે. અગાઉ આ સંકટ મોચન યોજના હેઠળ રૂ. 10,000 / – ની સહાય આપવામાં આવતી હતી તે તા. 15-02-2014 ના ઠરાવથી રકમ વધારીને રૂ. 20,000 / – કરવામાં આવી છે.

આ પણ વાંચો : મફત પ્લોટ યોજના 2022 | મફત પ્લોટ યોજના ફોર્મ

લાભ કોને મળશે

  •  B.P.L. સ્કોર ૦ થી ૨૦ ના આવતા લોકો
  •  કુટુંબમાં મુખ્ય કમાનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષ હોય તેમનું મૃત્યુ, અકસ્માત કે કુદરતી સંજોગોમાં થાય ત્યારે તેમની ઉંમર  ૧૮ વર્ષ થી વધુ અને 70 વર્ષથી ઓછી હોવી જોઈએ
  •  મૃત્યુ પછીના બે વર્ષની મર્યાદામાં ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે
  •  આ યોજના હેઠળ સહાય ની પાત્રતા માટે અરજદાર ભારત સરકાર ની ગાઈડલાઈન મુજબ B.P.L. લાભાર્થી  હોવો જોઈએ
  • અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો તેઓની ગ્રામ પંચાયતમાં નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકા કે મહાનગર પાલિકા કચેરીમાં B.P.L. લાભાર્થી તરીકે નોંધાયેલા હોવા જોઈએ

કુટુંબ સહાય યોજના ની અરજી ક્યાં કરવી

ગુજરાત સરકારની યોજનાઓ માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તે નક્કી થયેલ છે. તે રીતે How to Apply for Sankat Mochan Yojana કરવી તે પણ નક્કી થયેલ છે. આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે.

ગુજરાત સરકાર દ્વારા Sankat Mochan Yojana Online કરવા માટે ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal Website પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.

ગ્રામપંચાયત ખાતે VCE  પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. સંકટ મોચન યોજના હેઠળ લાભ લેવા માટે જે-તે ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ડીજીટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) ઓનલાઈન અરજી કરવાની રહેશે.

તાલુકા મામલતદાર કચેરી ખાતે “સમાજ સુરક્ષા કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર” પાસે Digital Gujarat Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

કુટુંબ સહાય યોજના નો હેતુ

  • આવુ મૃત્યુ થાય ત્યારે મુખ્ય કમાનાર વ્યક્તિ (તે અથવા તેણીની) વય ૧૮ વર્ષથી વધુ અને ૭૦ વર્ષથી ઓછી હોવી જોઈએ.
  • મૃત્યુ પછીના બે વર્ષની મર્યાદામાં નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ સહાયની પાત્રતા માટે અરજદાર લાભાર્થી ભારત સરકારની ગાઈડલાઈન મુજબ BPL લાભાર્થી હોવા જોઈએ. અરજદાર ગ્રામ વિસ્તારમાં રહેતા હોય તો તેઓને ગામની પંચાયતમાં નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકા કે મહાનગર પાલિકાની કચેરીમાં BPL લાભાર્થી તરીકે નોંધાયેલા હોવા જોઈએ.
  • અકસ્માત પામનાર વ્યક્તિનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ ફરિયાદ, પંચનામાની કોપી અરજીપત્રક સાથે સામેલ કરવાની હોય છે.
  • મૃત્યુ પામનાર કુટુંબની મુખ્ય વ્યક્તિ તરીકે કોઈ પણ એક જ વ્યક્તિએ અરજદાર તરીકે અરજી કરવાની હોય છે અનેકુટુંબના તમામ સભ્યોએ સંમતિ આપવી પડે છે. આ સહાય કુટુંબના દરેક સભ્યોને અલગ અલગ મળવાપાત્ર નથી.
  • આ યોજના હેતુ માટે કુટુંબની વ્યાખ્યામાં પતિ-પત્ની, સગીર બાળકો, અપરિણિત પુત્રીઓ અને આશ્રિત માતા પિતાનો સમાવેશ થાય છે.

નીચે મુજબના પુરાવા સાથે જોડવાના રહેશે

  1.  મરણનો દાખલો
  2.  મૃત્યુ પામનાર વ્યક્તિનું જન્મનું પ્રમાણપત્ર
  3.  આધાર કાર્ડ
  4.  વારસાઈ નો દાખલો
  5.  બેંક પાસબુક
  6.   0 થી 20 સ્કોર નું B.P.L.કાર્ડ નો દાખલો

કુટુંબ સહાય યોજના ફોર્મ

આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકારશ્રી દ્વારા નિયત નમૂનામાંં અરજી ફોર્મ તૈયાર કરેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ફોર્મનો ઉપયોગ કરી શકાય છે.

Leave a Comment