2600 જગ્યાઓની વિદ્યાસહાયક ભરતીની જાહેરાત@vsb.dpegujarat.in

વિદ્યાસહાયક ભરતી 2022: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા 2600 વિદ્યાસહાયકો ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.ધોરણ 1 થી 5 માં 1000 જગ્યાઓ અને ધોરણ 6 થી 8 માં વિષય પ્રમાણે જેમ,કે ગણિત વિજ્ઞાન ની 750, ભાષાની 250 અને સામાજિક વિજ્ઞાન ની 600 એમ કુલ મળી ને ટોટલ ધોરણ 1 થી 8 માં 2600 જગ્યાઓ ની ભરતી કરવામાં આવશે. સત્તાવાર વેબસાઇટ લૉગિન 2600 વિદ્યાસહાયક ભરતી 2022 ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ સત્તાવાર વેબસાઇટ http://vsb.dpegujarat.in પર વિદ્યાસહાયક ભારતી 2022 ની મેરિટ યાદી બહાર પાડી છે.

વિદ્યાસહાયક ભરતી

વિદ્યાસહાયક ભરતી 2022

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આવનાર સમયમાં શિક્ષકોની 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. રાજ્ય સરકાર દ્વારા 2600 વિદ્યાસહાયક શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય, 11 ઓક્ટોબર, 2022 ની સત્તાવાર સૂચના અખબારોમાં અને સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવશે.

વિભાગનું નામ ગુજરાત શિક્ષણ વિભાગ
પોસ્ટનું નામ વિદ્યાસહાયક ભરતી 
કુલ જગ્યાઓ 2600
અરજી પક્રિયા ઓનલાઈન
જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ 11 ઓક્ટોબર 2022
અરજી કરવાની છેલ્લી તારીખ 22મી ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટ vsb.dpegujarat.in

 

10 મિનિટમાં પાનકાર્ડ ઘરેબેઠા કઈ રીતે બનાવવું ? તમામ માહિતી

વિદ્યાસહાયક ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

ધોરણ 1 થી 5 વિદ્યાસહાયક માટે:-

  • શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછી HSC પાસ અને
  • તાલીમી લાયકાત: PTC અથવા D.EL.Ed (બે વર્ષ)
  • ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ની ડીગ્રી (B.EL.Ed) અથવા
  • બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન (સ્પેશિયલ એજ્યુકેશન)
  • તેમજ TET I પરીક્ષા વર્ષ 2011 થી અત્યાર સુધી 60% ગુણ સાથે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ અને વિકલાંગતા ના કિસ્સામાં 55% સાથે પાસ કરેલ હોવી જોઈએ.

ધોરણ 6 થી 8 ના વિદ્યાસહાયક માટે:-

  • ધોરણ 12 પાસ,બી.એ, બી.એડ, બી.એસ.સી તેમજ વિષય પ્રમાણે ની ડીગ્રી અને TET 2 ની પરીક્ષા વર્ષ 2011 થી અત્યાર સુધી 60% ગુણ સાથે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ અને વિકલાંગતા ના કિસ્સામાં 55% સાથે પાસ કરેલ હોવી જોઈએ.

વિદ્યાસહાયક ભરતી 2022 @vsb.dpegujarat.in

ધોરણ 1 થી 5માં 1,000, ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યાસહાયકોની ભરતી કરાશે.vsb.dpegujarat.in રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧ થી ૫ ની ૧૦૦૦ અને ધોરણ ૬ થી ૮ ની ૧૬૦૦ મળી કુલ ૮ ૨૬૦૦ વિદ્યાસહાયકની ભરતી માટે મંજૂરી આપવામાં આવેલ છે આ મંજૂરી અન્વયે તા ૧૧/૧૦/૨૦૨૨ ના રોજ નીચે મુજબની વિદ્યાસહાયકની ભરતી માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.

વિષય સામાન્ય ભરતી ઘટ ભરતી કુલ
ધોરણ ૧ થી ૫ 961 39 1000
ગણિત વિજ્ઞાન 403 347 750
ભાષાઓ 173 77 250
સામાજિક વિજ્ઞાન 387 213 600
કુલ 1924 676 2600

 

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ-ઘરેબેઠા ઓનલાઈન ફોર્મ ભરો માત્ર 5 મિનિટમાં

વિદ્યાસહાયક ભરતી 2022 પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. આ માટે તબક્કાવાર અને કેટેગરી પ્રમાણે મેરીટ જાહેર કરવામાં આવશે.

ગુજરાત વિદ્યાસહાયકનો પગાર/પે સ્કેલ

વિદ્યાસહાયકો ને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ રૂ.19950/- ફિક્સ પગાર ધોરણ આપવામાં આવશે.

ઉંમર મર્યાદા

ધોરણ 1 થી 5 માટે 18 થી 33 વર્ષ
ધોરણ 6 થી 8 માટે 18 થી 35 વર્ષ

ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2022 ઓનલાઇન અરજી ફોર્મ પ્રક્રિયા-

  1. પ્રથમ, તમારે ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2022 માટે ઓનલાઈન અરજી કરતા પહેલા તમારી પાત્રતાની પુષ્ટિ કરવી જોઈએ .
  2. જો તમે પાત્રતા પૂર્ણ કરી રહ્યાં છો અને રસ ધરાવો છો, તો અરજીની ઑનલાઇન પ્રક્રિયા માટે જાઓ.
  3. તમારા તમામ દસ્તાવેજો તમારી સાથે રાખો જેમ કે ફોટોગ્રાફ્સ, સહી, જાતિ પ્રમાણપત્ર, 10, 12 અને ગ્રેજ્યુએશનની માર્કશીટ.
  4. હવે ગુજરાત બેઝિક એજ્યુકેશનની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો અથવા “ડાયરેક્ટ એપ્લાય ઓનલાઈન” પર ક્લિક કરો.
  5. તમારી મૂળભૂત વિગતો જેમ કે નામ, પિતાનું નામ અને સરનામું વગેરે ભરો.
  6. તમારી શૈક્ષણિક વિગતો ભરો એટલે કે 10, 12, ગ્રેજ્યુએશન માર્કસ અને વિષયો.
  7. તમારો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
  8. ચુકવણી પદ્ધતિ પસંદ કરો એટલે કે ઑફલાઇન અથવા ઑનલાઇન
  9. વિદ્યાસહાયકની ખાલી જગ્યાઓ માટે અરજી ફી ચૂકવો જો તે તમારા માટે જરૂરી હોય.
  10. છેલ્લે, ડ્યુઅલ મેન્યુઅલી વેરીફાઈ કર્યા પછી અરજી ફોર્મ સબમિટ કરો.
  11. હવે તમારી એપ્લિકેશનને તમારા કમ્પ્યુટર, લેપટોપ અથવા મોબાઇલ પર પીડીએફ તરીકે સાચવો. તમે ઑનલાઇન ડ્રાઇવ્સ પર પણ બચત કરી શકો છો.
  12. રેકોર્ડ રાખવા અને ભાવિ ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો.
જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટે અહીં ક્લિક કરો

 

વિદ્યાસહાયક ભરતી 2022 FAQ

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકો ની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

  • રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 8 માં 2600 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

વિદ્યાસહાયક ભરતી 2022ના ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઈટ પરથી ભરાશે?

  • વિદ્યાસહાયક ભરતી 2022ના ફોર્મ vsb.dpegujarat.in પરથી ભરાશે.

વિદ્યાસહાયક ભરતીના ફોર્મ શરુ થવાની તારીખ શું છે ?

  • વિદ્યાસહાયક ભરતીના 11 ઓક્ટોબર 2022 થી ફોર્મ ભરવાના શરૂ થશે

Leave a Comment