Gujarat NMMS Scholarship 2024 : રાજ્ય પરીક્ષા બોર્ડ,,ગાંધીનગર દ્વારા રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે. | Gujarat NMMS Scholarship 2024| Gujarat National Means Cum Merit Scholarship (NMMS) 2024
Gujarat NMMS Scholarship 2024
સ્કોલરશીપનું નામ | નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024 |
સંસ્થાનું નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર |
સ્કોલરશીપ માટેની પાત્રતા | ધોરણ-8 ના વિદ્યાર્થીઓ |
સ્કોલરશીપમાં મળવાપાત્ર રકમ | વાર્ષિક રૂ. 12,000 |
કુલ કેટલી સ્કોલરશીપ મળે | વિદ્યાર્થીને કુલ 4 વર્ષ આ સ્કોલરશીપ મળે, કુલ મળીને 48,000/- સ્કોલરશીપ મળશે. |
અરજી કરવાની છેલ્લી તારીખ | 28/02/2024 |
પરીક્ષા તારીખ | 07/04/2024 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | https://www.sebexam.org/ |
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024
નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે.Gujarat NMMS Scholarship 2024
NMMS Scholarship માં મળવાપાત્ર લાભ
જે બાળકો ધોરણ-8 માં અભ્યાસ કરતા હોઈ તેવા વિધાર્થીઓને આ સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે વિધાર્થીઓ પાસ થશે અને પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરી વાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને તેમને દર મહિને 1000/- રૂપિયા મળશે. એટલે કે તેમને વરસે 12000/- મળશે. જે તેઓ ધોરણ-12 સુધી અભ્યાસ કરે ત્યાં સુધી મળવાપાત્ર રહેશે એટલે કે લાભાર્થી વિદ્યાર્થીને કુલ-48000/- રૂપિયા 4 વર્ષ માટે મળવાપાત્ર છે.Gujarat NMMS Scholarship 2024
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024 માટે વિદ્યાર્થીની લાયકાત:
- જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ N.M.M.S ની પરીક્ષા આપી શકશે.
- જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ-૭ માં ઓછામાં ઓછા ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વિદ્યાર્થીએ ધોરણ-૭માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
- નોંધઃ- ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા/સેલ્ફ ફાઇનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર/રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહિ.
NMMS સ્કોલરશીપ 2024 આવક મર્યાદા :
એન.એમ.એમ.એસ.ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ૩,૫૦,૦૦૦/-થી વધારે ના હોવી જોઇએ. વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણીત નકલ અવશ્ય જોડવાની રહેશે. (સરકારા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે)Gujarat NMMS Scholarship 2024
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા ફી :
જનરલ કેટેગરી, EWS તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂા.૭૦/- રહેશે. પી.એચ.,એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂા.૫૦/- રહેશે.સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિ.Gujarat NMMS Scholarship 2024
NMMS સ્કોલરશીપ જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ
- ઓનલાઈન ભરેલ આવેદન પત્ર સાથે આધાર પુરાવા જોડવાના રહેશે.
- ફી ભર્યાનું ચલણ (માત્ર SEB માટે)
- લાભાર્થી વિદ્યાર્થીનાં કુટુંબની વાર્ષિક આવકનાં દાખલાની પ્રમાણિત નકલ.
- વિધાર્થીની ધોરણ-7 ની માર્કશીટ અથવા તેને સમકક્ષ આધાર.
- વિદ્યાર્થીનાં જાતિ અંગેનાં પ્રમાણપત્રની નકલ ( લાગુ પડે તેના માટે)
- વિદ્યાર્થી જો વિકલાંગ હોઈ તો વિકલાંગતાનું પ્રમાણપત્ર ( લાગુ પડે તેના માટે)
NMMS Scholarship અભ્યાસક્રમ:
- MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેર્ટન (Pattern Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure) વિગેરેનો સમાવેશ થશે.
- SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નોમાં ધોરણ-૭ અને ધોરણ-૮ ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે.
- ધોરણ-૭ માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે.
- ધોરણ-૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે.
ક્વૉલિફાઇંગ ગુણ:
- જનરલ અને ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને વિભાગમાં કુલ મળીને ૪૦% ગુણ મેળવવાના રહેશેતથા એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને વિભાગમાં કુલ મળીને ૩ર% ગુણ મેળવવાના રહેશે.
- ક્વૉલિફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર-કેટેગરીવાર નક્કી થયેલ ક્વૉટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે.Gujarat NMMS Scholarship 2024
NMMS Scholarship 2024 શેડ્યૂલ
આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા: ૨૦/૦૨/૨૦૨૪ થી તા:૨૮/૦૨/૨૦૨૪ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.
વિગતો | તારીખ |
ફોર્મ ભરવાના ચાલુ થયા તારીખ | 20/02/2024 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 28/02/2024 |
NMMS Scholarship અરજી કરવાની રીત
ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ સ્કોલરશીપ માટે વિદ્યાર્થી તારીખ ૨૦/૦૨/૨૦૨૪ થી તા:૨૮/૦૨/૨૦૨૪ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.
- સૌપ્રથમ Google Search માં “SEB Gujarat” ટાઈપ કરવામાં કરવું.
- ત્યારબાદ ઓફિશિયલ www.sebexam.org પર જવું.
- જેમાં APPLY ONLINE પર ક્લિક કરવું.
- NMMS (STD-8) સામે APPLY NOW પર કલિક કરવું.
મહત્વપૂર્ણ લિંક :
સ્કોલરશીપ પોર્ટલ | http://sebexam.org/ |
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |