Weather News : હવામાન વિભાગની આગાહી; રાજ્યમાં ફરી વરસાદની આગાહી છે? આ વિસ્તારોમાં થશે વરસાદ

Gujarat Weather Forcast: અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે આજે બપોરે આગાહી કરતા જણાવ્યુ છે કે, આગામી 24 કલાક દરમિયાન વરસાદની આગાહી છે.

  • ગુજરાતમાં ઑગસ્ટ મહિનામાં તમામ જિલ્લાઓમાં સરેરાશ કરતાં 60થી 90 ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે અને તેના કારણે વરસાદ પર આધારિત ખેતી કરતા ખેડૂતો હવે મૂંઝવણમાં મુકાયા છે.
  • એક તરફ ઉત્તર ભારત અને પૂર્વોત્તરના કેટલાંક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને ક્યાંક પૂરની સ્થિતિ પેદા થઈ રહી છે. જ્યારે ગુજરાતમાં વરસાદ સાવ બંધ થઈ ગયો છે.
  • જોકે, ECMWF અને GFSનાં મૉડલો એવું દર્શાવી રહ્યાં છે કે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં બંગાળની ખાડી ફરી સક્રિય થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
  • જો ફરી બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ સર્જાય અને તે મજબૂત બનીને ગુજરાત કે રાજસ્થાન તરફ આવે તો ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ આવી શકે.
  • જોકે, ઑગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆત સુધી આવી કોઈ સિસ્ટમ બનવાની હાલ સંભાવના દેખાતી નથી. જેથી હજી પણ રાજ્યના ખેડૂતોએ એકાદ અઠવાડિયા સુધી વરસાદની રાહ જોવી પડશે.

 

રાજ્યમાં ફરી વરસાદની આગાહી છે?

રાજ્યમાં ફરીથી વરસાદી ઝાપટાં થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં 94.5 ટકા વરસાદ થયો છે. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યુ કે, વરસાદને કારણે કોઇ સિસ્ટમ હાલ સક્રિય નથી. આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે.

હવામાન વિભાગની આગાહી

અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે આજે બપોરે હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, આગામી 24 કલાક દરમિયાન વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે આગાહી કરતા જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા નવસારી,વલસાડ તાપી, દમણ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ફરી વરસાદની આગાહી છે?
હવામાન વિભાગની આગાહી; રાજ્યમાં ફરી વરસાદની આગાહી છે? આ વિસ્તારોમાં થશે વરસાદ 2
  • આ સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.હાલ દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે વરસાદ થઇ રહ્યો છે.
  • હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ કે, કચ્છમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતા નહિવત છે. ત્યાંનું વાતાવરણ શુષ્ક રહેશે. વરસાદને લઈને હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી.
  • આગાહીમાં એમ પણ જણાવ્યુ છે કે, આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. અમદાવાદમાં આજે 34.5 ડિગ્રી તાપમાન છે. હાલ રાજ્યમાં 94.5 ટકા વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઑગસ્ટ મહિનાના બાકી રહેલા દિવસોમાં પણ વરસાદ પડે તેવી શક્યતા દેખાતી નથી. એટલે કે વરસાદનો કોઈ નવો રાઉન્ડ આ મહિનાના અંત સુધી શરૂ થાય તેવી શક્યતા દેખાતી નથી.

Leave a Comment