મતદાર યાદી ગુજરાત 2022|ગુજરાત મતદાર યાદી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી મહિને યોજાવાની છે ત્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત ની લેટેસ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 4.50 કરોડ મતદાતા પોતાનું મત આગામી વિધાનસભા ચૂંટણીમાં આપશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ 1 અને 5 ડિસેમ્બરે કુલ બે તબક્કામાં યોજાશે અને મતગણતરી તારીખ 8 ડિસેમ્બર ના દિવસે કરવામાં આવશે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે ઘરેબેઠા ઓનલાઈન ચેક કરી શકો છો.
મતદાર યાદી ગુજરાત 2022
રાજ્યમાં 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચની તૈયીરી પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી પંચે આખરી મતદાર યાદી તૈયાર કરી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર રાજ્યમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા છે જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતા તેમજ પંચની યાદી મુજબ 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરાયા છે.
મતદાર યાદી ગુજરાત 2022 માં નામ કેવી રીતે ચેક કરવું?
STEP 1: સૌપ્રથમ તમારે www.nvsp.in વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
STEP 2: ત્યારબાદ તમારી સામે એક ઓપ્શન Search In Electoral Roll જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે. । voter id search by name gujarat
STEP 3: ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે તેમાં તમે બે રીતે થી તમારું નામ ચેક કરી શકો છો.
- તમારી માહિતી દ્વારા જેવી કે નામ, પિતાનું નામ, ઉંમર, રાજ્ય, વિધાનસભા વગેરે જેવી માહિતી ભરીને તમે ચેક કરી શકો છો કે તમારું નામ મતદાન યાદીમાં છે કે નહીં.
- તમારા ચૂંટણી કાર્ડ નંબર દ્વારા પણ તમે જાણી શકો છો.
મતદાર યાદી ગુજરાત 2022
STEP 4: તો આ બે રીતમાંથી ગમે તે એક રીતમાં તમે ચેક કરી શકો છો ત્યારબાદ તમારે સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં તમારી બધી જ માહિતી તમને જાણવા મળશે.
મતદાર યાદી ગુજરાત 2022
વધારે માહિતી જોવા માટે View Details પર ક્લિક કરવાનું રહેશે.
તે માહિતીમાં તમારું નામ, વિધાનસભા, ચૂંટણી કાર્ડ નંબર, મતદાન કેન્દ્ર કહ્યું છે અને તમારા રાજ્યમાં કે જિલ્લામાં કઈ તારીખે મતદાન છે તે પણ બધી વસ્તુ જાણવા મળશે.
અને તમે આ મતદાન યાદીને પ્રિન્ટ પણ કરી શકો છો જે પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે. પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા Print Voter Information બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
મતદાર યાદી ગુજરાત 2022
નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ (NVSP) દ્વારા તમારું નામ કઈ રીતે ચકાસી શકો છો ?
Step : 1 નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ (NVSP)ની વેબસાઇટની મુલાકાત લો—https://www.nvsp.in/
Step : 2 Search in Electoral Roll વિકલ્પ પર ક્લિક કરો.
Step : 3 એક નવું વેબપેજ ખુલશે, જ્યાં તમારે તમારી વિગતો દાખલ કરવાની રહેશે.
Step : 4 હવે, નવું વેબપેજ તમને મતદાર યાદીમાં નામ તપાસવાની બે રીતો બતાવશે.
Step : 5 સર્ચ કરવાનો પહેલો વિકલ્પ આ છે, જેમાં તમારે તમારું નામ, પિતા/પતિનું નામ, ઉંમર, જન્મ તારીખ અને લિંગ દાખલ કરવાનું રહેશે.
Step : 6 માહિતી દાખલ કર્યા પછી, તમારે તમારા રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર દાખલ કરવું પડશે.
Step : 7 શોધવાનો બીજો વિકલ્પ EPIC નંબર દ્વારા શોધવાનો છે. આ પ્રક્રિયામાં, તમારે તમારો EPIC નંબર અને રાજ્ય દાખલ કરવું પડશે.
Step : 8 આ બંને વિકલ્પો માટે, તમારે અંતે કેપ્ચા કોડ દાખલ કરીને વેબસાઇટ પર આ માહિતીને અધિકૃત કરવી પડશે.
Step : 9 એકવાર આ માહિતી પૂર્ણ થઈ જાય, વેબપેજ તમને મતદાર નોંધણીની વિગતો બતાવશે.
ગુજરાતના આ જિલ્લાઓમાં સૌથી વધારે મતદારો
ગુજરાતમાં સૌથી વધારે મતદારો ધરાવતા જિલ્લાઓની વાત થાય તો તેમાં ટોપ 5 જિલ્લાઓમાં અમદાવાદ, સુરત , વડોદરા, બનાસકાંઠા અને રાજકોટનો સમાવેશ થાય છે. સૌથી વધારે મતદારો ધરાવતા જિલ્લામાં અમદાવાદ મોખરે છે.
જિલ્લાનું નામ | પુરુષ મતદારો | મહિલા મતદારો | અન્ય મતદારો | કુલ |
અમદાવાદ | 31,17,271 | 28,75,564 | 211 | 59,93,046 |
સુરત | 25,46,933 | 21,92,109 | 159 | 47,39,201 |
વડોદરા | 13,31,174 | 12,70,875 | 223 | 26,02,272 |
બનાસકાઠા | 12,92,584 | 11,97,094 | 16 | 24,89,694 |
રાજકોટ | 11,96,011 | 11,09,556 | 34 | 23,05,601 |
Voter Helpline એપની મદદથી મતદાર યાદીમાં નામ ચેક કરવું
- સૌ પ્રથમ Play Store માંથી Voter Helpline Application ડાઉનલોડ કરો.
- એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ Search Your Name In Electoral પર ક્લિક કરવાનું રહેશે.
- નવું પેજ ઓપન થશે એમાં તમને ત્રણ વિકલ્પ દેખાશે:
મતદાર યાદી ગુજરાત 2022
- બારકોડ દ્વારા
- તમારી વિગતો દ્વારા
- ચૂંટણી કાર્ડ નંબર એટલે કે Epic નંબર દ્વારા
- ઉપર આપેલ કોઈપણ એક રીત સિલેક્ટ કર્યા બાદ તેમાં માંગેલી તમામ માહિતી ભર્યા બાદ તમને નવા પેજમાં તમારી મતદાન ની તમામ માહિતી જોવા મળશે.
આમ, Voter Helpline એપની મદદથી તમે સરળતાથી મતદાર યાદીમાં તમારું નામ ચેક કરી શકો છો.
મતદાર યાદી ગુજરાત 2022
Also Read : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મા તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે ? જાણો સંપૂર્ણ માહિતી
મહત્વપૂર્ણ લિંક:
તમારા ગામ / વિસ્તારનીની મતદારયાદી | અહી ક્લિક કરો |
મતદાર યાદીમાં તમારું નામ ચેક કરવા માટે | અહી ક્લિક કરો |
ગુજરાત ચૂંટણી મતદાર યાદીમાં નામ તપાસો | અહીં ક્લિક કરો |
વોટર હેલ્પ લાઇન એપ્લિકેશન | ડાઉનલોડ કરો |
ઓફિસિયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |