પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2022

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2022: ગુજરાત સરકાર દ્વારા ગરીબો માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે મફત પ્લોટ આપવામાં આવે છે. હેલો પાટોડ છે અને તે રોડ પર મકાન બાંધવા માટે ના પૈસા આવી ગયા હતા તેમની પાસે તેમના કાર્યકાળની નવીકરણ માટેના પૈસા નથી તેમણે પોતાનું પાકું મકાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે મહેનત કરવામાં આવે છે તેના માટે સરકાર દ્વારા પંડિત દીનદયાળ આવાસ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ સાથે ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના પણ શરૂ કરવામાં આવેલી છે.

Table of Contents

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2022

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2022 : Pandit Din Dayal Upadhyay Awas Yojana Under the Pandit Dindayal Upadhyay Awas Yojana, the Office of the Director, Developing Welfare Officer, Gandhinagar is implementing a scheme to provide housing assistance to the socially and educationally backward classes, economically backward classes and homeless of the nomadic-liberated caste in the state. From the applicants who are eligible for the prescribed criteria on the portal esamajkalyan.gujarat.gov.in. Dated from 16-06-2022 Applications are invited online till 30-06-2022. Check out the details below for more information.

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2022

About Pandit Din Dayal Upadhyay Awas Yojana પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના

 

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે 1 લાખ 20 હજાર ની આર્થિક સહાય ગ્રામ્ય શહેરી વિસ્તારમાં સહાય આપવામાં આવે છે. મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 2 વર્ષની છે.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં લાભાર્થીને પહેલો રૂ.40,000 હપ્તો, બીજો હપ્તો રૂ.60,000 અભરાઇ લેવલે મકાન આવે ત્યારે મળવા પાત્ર છે. તીજો હપ્તો મકાનની તમામ કામગીરી તેમજ શૌચાલયના હોય તો શૌચાલય બનાવ્યા બાદ રૂ.20,000નો હપ્તો મળતો હોય છે. એમ ટોટલ 1 લાખ 20 હજાર ની આર્થિક સહાય આપવામાં આવે છે. પહેલો હપ્તો મળ્યા બાદ બે વર્ષમાં તમામ મકાનની કામગીરી પુર્ણ કરવાની હોય છે

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022

યોજનાનું નામ પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકાર સરકારી યોજના
અરજી પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઓનલાઈન ફોર્મ 2022 અરજી કરો
સત્તાવાર પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in/
 અરજી કરવાની છેલ્લી તારીખ ઑનલાઇન છેલ્લી તારીખ: 30/06/2022
લાભ રૂ.1,20,000ની મકાન સહાય

પંડિત દીનદયાળ આવાસ યોજના

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2022 વિગતો:

  1. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઇનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઇનથી અપલોડ કરવાના રહેશે .
  2. અરજીમાં સંપૂર્ણ માગેલ વિગતો ભરેલ નહીં હોય અથવા અધૂરા દસ્તાવેજો વાળી અરજી હશે તો તે આપોઆપ રદ ( નામંજુર ) ગણાશે.
  3. ઓનલાઇન અરજીમાં સામાન્ય ક્ષતિ પૂર્તતા હોય તો નાયબ નિયામકશ્રી , જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી ( વિકસતી જાતિ ) દ્વારા પૂર્તતા કરવા જણાવવામાં આવે તો દિન -15  માં પૂર્તતા કરી અરજી જિલ્લા અધિકારીને મોકલવાની રહેશે . ત્યારબાદ મળેલ અરજી રદ ગણાશે .
  4. અરજદાર મુળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ .
  5. અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. 1,20,000 / – અને શહેરી વિસ્તાર માટે રૂા . 1,50,000 / – થી વધુ હોવી જોઈએ નહીં .
  6. અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહિ .
  7. આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે .
  8. જરૂર જણાયે જિલ્લા કચેરીના અધિકારીશ્રી / કર્મચારીશ્રી દ્વારા જ્યારે રીઝનલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે બતાવવાના આપવાના રહેશે.
  9. વર્ષ 2020-21 માં અરજદારે ઓનલાઇન અરજી કરેલ હોય અને તે પસંદ થયેલ ન હોય તો તે અરજી રદ ગણવાની રહેશે અને તેવા અરજદાર ચાલુ વર્ષે લાભ લેવા માંગતા હોય તો નવેસરથી અરજી કરવાની રહેશે.
  10. ઓનલાઇન અરજીમાં અરજદારે પોતાના અથવા પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે . અન્ય વ્યક્તિનો નંબર આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો આવી અરજીઓ રદ ગણવામાં આવશે.
  11. અરજદાર દ્વારા ઓનલાઈન કરેલ અરજીનું સ્ટેટસ જાણવા વેબસાઇટ જોતા રહેવું.
  12. અરજી મંજુર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીની રહેશે . જે અંગે બીજો કોઈ હક્કદાવો કરી શકાશે નહીં.
  13. વધુ અરજીઓ આવેલ હશે તો જે તે જિલ્લાના લક્ષ્યાંક અને તાલુકાના લક્ષ્યાંકના આધારે ડ્રો પદ્ધતિથી રાજ્ય / જિલ્લામાંથી લાભાર્થીની પસંદગી કરવામાં આવશે.
  14. આ યોજનાનો લાભ અરજદારને ચાલુ વર્ષ લીધેલ મળેલ ન હોય તો તે અરજદાર બીજા વર્ષ પુનઃ અરજી કરી શકે છે.
  15. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવામાં મદદરૂપ થઈ શકે તે માટે યોજનાની પાત્રતાના માપદંડો , નમુનાનું ફોર્મ , નિયત સોગંદનામા , જરૂરી જોડવાના આધારોની યાદી , FAQs esamajkalyan.gujarat.gov.in ના DASHBOARD પર નિયામક વિકસતી જાતિ કલ્યાણમાં આપેલ છે . જેનો સંપુર્ણ અભ્યાસ કરી અરજદારે ઓનલાઇન અરજી કરવાની રહેશે . તેમજ વિશેષ માહિતી જિલ્લાના નાયબ નિયામકશ્રી , જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી , વિકસતી જાતિ ) ની કચેરીમાંથી પણ મળી રહેશે.
  16. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક , વિકસતી જાતિ કલ્યાણ ખાતું , ગુજરાત રાજ્ય , ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે .

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2022 માટેના જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • ચૂંટણી ઓળખપત્ર
  • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ, ભાડાકરાર, ચુંટણી કાર્ડની નકલ )
  • પાસબુક / કેન્સલ ચેક
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • ખુલ્લો પ્લોટ અથવા કાચા મકાનનો ફોટો
  • BPL નો દાખલો
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો ફરજિયાત છે)
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.

પંડિત દીનદયાળ આવાસ યોજના

પંડિત દીનદયાળ આવાસ યોજના

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના ના લાભો (Benefits of Pandit Dindayal Upadhyay Awas Yojana In Gujarati)

  • આ યોજના હેઠળ મળતી સહાય લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • પંડિત દિન દયાળ યોજનામાં લાભાર્થીને 3 હપ્તામાં સહાય આપવામાં આવશે.
  • પ્રથમ હપ્તો રૂ. 40,000 નો રહેશે, જે લાભાર્થીને ઘરના ડેમનું કામ શરૂ કરવા માટે આપવામાં આવશે.
  • બીજો હપ્તો 60,000 રૂપિયામાં આપવામાં આવશે. આ હપ્તાના મકાનનો હપ્તો લિંટેલ સ્તરે પહોંચતા જ મળશે.
  • ત્રીજો અને અંતિમ હપ્તો 20,000 રૂપિયામાં આપવામાં આવશે. આ હપ્તાની રકમ લાભાર્થીને આખું ઘર પૂર્ણ થવા પર પ્રાપ્ત થશે.
  • પંડિત દિનદયાળ આવાસ યોજના હેઠળ શૌચાલય બનાવવા માટે તમારે અલગથી અરજી કરવાની રહેશે.
  • શૌચાલયના નિર્માણ માટે 16920 રૂપિયાની રકમ મનરેગામાંથી અલગથી આપવામાં આવશે.

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના ગુજરાત 2022 નો લાભ કોણ કોણ લઈ શકે ?

  • આ યોજના માં લાભાર્થી રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે.
  • લાભાર્થી ગુજરાતની વિચરતી વિમુક્ત જાતિ, અત્યંત પછાત વર્ગ અથવા વિધવા સ્ત્રી હોવી જોઈએ.
  • આ યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી પાસે પોતાનો પ્લોટ અથવા તો પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
  • જો કોઈ વ્યક્તિને સરકાર દ્વારા મફતમાં પ્લોટ આપવામાં આવે છે તો તે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બનશે.
  • લાભ લેવા ઇચ્છુક લાભાર્થીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પાસે બીજું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ જો હોય તો તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • જો પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક લાભાર્થી ગ્રામીણ વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 20 હજાર થી વધુ ના હોવી જોઈએ.
  • જો લાભાર્થી શહેરી વિસ્તારનો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 50 હજાર થી વધુ ન હોવી જોઈએ.
  • અરજી કરનાર પરિવારમાં કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી ન હોવી જોઈએ.
  • બી. પી. એલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.

Important Link For Apply પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2022

FAQs of પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2022

Q: પંડિત દીનદયાળ આવાસ યોજનામાં અરજી કરવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

Ans: પંડિત દીનદયાળ આવાસ યોજના અધિકૃત વેબસાઈટ:
https://esamajkalyan.gujarat.gov.in/

Q: પંડિત દીનદયાળ આવાસ યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?

Ans: પંડિત દીનદયાળ આવાસ યોજના માં 1,20,000/- રૂપિયા સહાય મળવાપાત્ર થશે.

Leave a Comment