Breaking News: સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસનો અકસ્માત, જાણો જાનહાની અને નુકસાનની વિગતો
અમદાવાદઃ સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. આણંદ પાસે ગાય અથડાતા અકસ્માત સર્જાયો છે. ટ્રેન અથડાતા મામૂલી નુકસાન થયું છે. વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ તરફ જતી હતી ત્યારે બોરીયાવી કણજરી રેલવે સ્ટેશન અને આણંદ રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાઈ હતી. જો કે, આ ઘટનામાં ટ્રેનને મામૂલી નુકસાન પહોંચ્યું છે.
ગઈકાલે ભેંસ અથડાતા અકસ્માત થયો હતો
ગઈકાલે પણ અમદાવાદના વટવા અને મણીનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઇ-ગાંધીનગર વચ્ચે દોડતી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા અકસ્માત થયો છે. જો કે, તેની સર્વિસ પર કોઇ અસર પડી નથી. તે રાબેતા મુજબ ચાલી રહી છે. ગઈકાલે સવારે 11:18 વાગ્યાની આસપાસ વટવા અને મણિનગર વચ્ચે સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસને ઢોર અથડાતા નુકસાન પહોંચ્યું હતું.
અમદાવાદ,તા. 7 ઓક્ટોબર 2022, શુક્રવાર
ગત સપ્તાહે જ 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર-મુંબઈને જોડતી હાઈ સ્પીડ ટ્રેન, વંદે ભારત એક્સપ્રેસને વધુ એક અકસ્માત નડ્યો છે. ગુરૂવારે ભેંસ ટ્રેન સાથે અથડાતા એન્જિનના આગળના ફાઈબર બોડી ભાગને મસમોટું નુકશાન થયું હતુ પરંતુ આ ઘટનાના બીજા જ દિવસે ફરી આણંદ નજીક વંદે ભારત ટ્રેનને વધુ એક અકસ્માત નડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વંદે ભારત ટ્રેનને આણંદ જંકશન નજીક ગાય સાથે અકસ્માત નડ્યો છે. ગઈકાલે વટવા નજીક ટ્રેન સાથે ભેંસ અથડાતા એન્જિન બોડીને નુકશાન થયું હતુ. ભારે ફજેતી થતા તંત્રએ રાતોરાત બોડીનું સમારકામ કર્યું હતુ અને ફરી ગાડી દોડતી થઈ હતી પરંતુ આજે શુક્રવારે ફરી ટ્રેનના નોઝલ પેનલ સાથે ગાય અથડાતા નુકશાન થયું છે.
Also Read : ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ-ઘરેબેઠા ઓનલાઈન ફોર્મ ભરો માત્ર 5 મિનિટમાં
Vande Bharat express accident: ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ શુક્રવારે ગુજરાતના આણંદ સ્ટેશન નજીક એક ગાયને અથડાઈ હતી, જેના પરિણામે ટ્રેનના નાકની પેનલને નજીવું નુકસાન થયું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
એક દિવસ પહેલા, નવી શરૂ થયેલી સેમી-હાઈ સ્પીડ ટ્રેને ચાર ભેંસોને ટક્કર મારી હતી અને તેના એન્જીનનો આગળનો ભાગ બદલવો પડ્યો હતો.
મુંબઈ-ગાંધીનગર વચ્ચે દોડી રહેલી સેમી હાઈ સ્પીડ ટ્રેનને સતત બીજા દિવસે અકસ્માત નડ્યો છે. મળતી માહિતી અનુસાર ગુજરાતના આણંદ સ્ટેશન પાસે વંદે ભારત એક્સપ્રેસની ટક્કર એક ગાય સાથે થઈ હતી જેને કારણે ટ્રેનના આગળનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હતો. દુર્ઘટનાના સમયે ટ્રેનચાલકની સતર્કતાથી મોટો અકસ્માત ટળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા ગુરુવારે લોન્ચ થયેલી સેમી હાઈ સ્પીડ ટ્રેન ચાર ભેંસના ટોળા સાથે અથડાઈ હતી, જેને કારણે ટ્રેનના આગળના હિસ્સાને નુકસાન પહોંચ્યું હતું અને 20 મિનિટ બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.
ગુરુવારે વંદે ભારત એક્સપ્રેસની ટક્કર જે ભેંસો સાથે થઈ હતી તેના માલિક વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને તેની અટકાયત માટે સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી રહી છે.
Also Read : મફત પ્લોટ યોજના 2022 | મફત પ્લોટ યોજના ફોર્મ
પશ્ચિમ રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુરે આજના અકસ્માત અંગે જણાવ્યું હતું કે, ‘વડોદરા ડિવિઝનના આણંદ નજીક વંદે ભારત ટ્રેન પસાર થતાં ઢોર ટકરાવાની ઘટના બની હતી, જેમાં એક ગાય અથડાઈ હતી. ટ્રેન આજે ગાંધીનગરથી મુંબઈ જતી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બપોરે 3.44 વાગ્યે બની અને ટ્રેન લગભગ 10 મિનિટ રોકાયા બાદ તેના રુટ પર રવાના થઈ હતી.’ સુમિત ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, ‘ટ્રેનઆ આગળના કોચ એટલે કે ડ્રાઇવર કોચના આગળના ભાગે શંકુ કવર પરના નાના ઘોબા સિવાય ટ્રેનને કોઈ નુકસાન થયું ન હતું. ટ્રેન સરળતાથી રવાના થઈ હતી. આ અંગે વહેલી તકે ધ્યાન આપવામાં આવશે.’