Amul Milk Price Hike : અમૂલ દૂધના ભાવમાં ફરી 2 રૂપિયાનો વધારો, જાણો કઈ તારીખથી વધસે ભાવ, જાણો કયા દૂધનો કેટલો થશે ભાવ ?

Amul Milk Price Hike : છેલ્લા છ મહિનામાં અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા ચારનો વધારો કર્યો છે. તો દૂધની બનાવટ ઉપર લાદવામાં આવેલ 5 ટકા જીએસટીને કારણે દૂધની વિવિધ બનાવટ ઉપર 19 જુલાઈથી વધારો કરાયો છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં છેલ્લે 1 માર્ચ 2022ના રોજ પ્રતિ લિટરે 2 રૂપિયા વધાર્યા હતા. અને હવે ફરી થી 2 રૂપિયાનો વધારો કરીયો, જાણો ક્યારથી થસે અમલ….

Amul Milk Price Hike

Amul Milk Price Hike : કોરોનાને કારણે વેપાર-ધંધાની મંદી વચ્ચે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો સહન કરી રહેલી પ્રજાને હવે દૂધનો ભાવવધારો સહન કરવો પડશે. અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિ સહિત તમામ પ્રકારનાં દૂધમાં લિટરે રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો 17મી ઓગસ્ટથી લાગુ પડશે. આમ, 6 મહિનામાં જ અમૂલે બીજીવાર દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. આ પહેલાં ગત ફેબ્રુઆરીમાં પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

 

Amul Milk Price Hike : આવતીકાલથી લાગુ થનારા 500 મિલીના પાઉચના નવા ભાવ પર નજર કરવામાં આવે તો અમૂલ તાજા 24 રુપિયા (500 મિલી), જ્યારે 1 લિટર તાજા રુ. 47માં મળશે. તે જ રીતે અમૂલ ચાય મજાનું 500 મિલીનું પાઉચ 24 રુપિયા અને 1 લિટરનું પાઉચ 48 રુપિયામાં મળશે. અમૂલ શક્તિનું 500 મિલનું પાઉચ 27 રુપિયા જ્યારે ગોલ્ડ 30 રુપિયામાં મળશે. અમૂલના બફેલો મિલ્કની 500 મિલીની થેલી કાલથી 31 રુપિયા, ટી સ્પેશિયલની 500 મિલીની થેલી 28 રુપિયા જ્યારે 1 લિટરની થેલી 55 રુપિયામાં મળશે. આ સિવાય ગાયનું દૂધ 25 રુપિયા અને સ્લીમ એન ટ્રીમ 21 રુપિયામાં મળશે.

દૂધ જૂના ભાવ નવા ભાવ
અમૂલગોલ્ડ રૂ. ૫૮ રૂ.૬૦
અમૂલ તાજા  રૂ.૪૬ રૂ.૪૮
અમૂલ શક્તિ રૂ.૫૨ રૂ.૫૪

આ પણ વાંચો :  પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2022

અમૂલ ફેડરેશનનું 2 વર્ષનું ટર્ન ઓવર

  • 2020-21 રૂ. 53 હજાર કરોડ
  • 2021-22 રૂ. 61 હજાર કરોડ

સવા વર્ષમાં કયારે ભાવ વધ્યા

  • 1 જુલાઇ 2021ના રોજ પ્રતિ લિટરે રૂ. બે વધ્યા
  • 1 માર્ચ 2022ના રોજ પ્રતિ લિટરે રૂ. બે વધ્યા
  • 17 ઓગસ્ટ 2022ના રોજ પ્રતિ લિટરે રૂ. બે વધ્યા

આ પણ વાંચો :  PM Awas Yojna 2022: પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર થઈ, ચેક કરી લો આપનું નામ છે કે નહીં

Amul Milk Price Hike : દુધની પ્રોડક્ટ પર 5 ટકા GST લાદવામાં આવતા 19 જુલાઈએ વધ્યા હતા આ પ્રોડક્ટના ભાવ

 

 

Amul Milk Price Hike : અમૂલ દહીના 400 ગ્રામના પાઉચ ઉપર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ નવો ભાવ 32 થયો છે. આજ રીતે મસ્તી દહીના 1 કિલોના પાઉચમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 170 મીલી છાશમાં રૂપિયા 1નો વધારો, અમૂલ લસ્સી 170 ગ્રામના પેકેટમાં રૂપિયા 1નો વધારો કરાયો હતો.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ અમૂલ ડેરીએ  પશુપાલકો પાસેથી લેવાતા દૂધના ખરીદી ભાવમાં (Procurement Price) 10 રૂપિયાનો વધારો કરીને પશુ પાલકોને મોટી રાહત આપી હતી. આ સાથે જ અમૂલ ડેરીએ દૂધ ખરીદીનો પ્રતિ કિલો ફેટનો નવો ભાવ 740 રૂપિયા કર્યો હતો. જે ભાવ અગાઉ 730 રૂપિયા હતો. અમૂલ ડેરીએ કરેલા નિર્ણયનો સીધો લાભ આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકોને મળ્યો છે.

 

Amul Milk Price Hike : આર.એસ. સોઢીનું કહેવું છે કે ખેડૂતોએ પશુઓને આપવાના થતાં ચારા પાછળ કરવા પડતા ખર્ચમાં ૨૦ ટકા સુધીનો વધારો આવી ગયો છે. તેમાં છતાંય દૂધના ભાવમાં વધારો ન આપવો તેમને અન્યાય કરવા બરાબર છે. દૂધનું વહન કરવા માટે વપરાતા વાહનોમાં વપરાતા ઇંધણના ભાવમાં પણ જંગી વધારો આવી ગયો હોવાથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ ખાસ્સી વધી ગઈ છે. તદુપરાંત પૅકેજિંગ ખર્ચ ૩૫ટકા જેટલો વધી ગયો છે. પરિણામે દૂધના ભાવમાં વધારો કરવો અનિવાર્ય બની ગયો હતો.

 

તેથી ખેડૂતોને કિલોદીઠ ફેટના આપવામાં આવતા ભાવમાં પણ રૃા. ૩૫થી ૪૦નો વધારો કરવામાં આવ્યો છે. ગયા વરસની તુલનાએ આ વધારો ૫ ટકાથી વધુ છે. આ ભાવ વધારો કરવાને પરિણામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી શકાશે. તેમને સારો ભાવ મળશે તો દૂધનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરશે. અમૂલને દૂધ અને ડેરી ઉત્પાદનો થકી થતી દરેક રૃપિયાની આવકમાંથી ખેડૂતોને ૮૦ પૈસા આપી દે છે.

 

આ કારણે વધાર્યા ભાવ
Amul Milk Price Hike : અમૂલે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ પશુઓના ખોરાકનો ખર્ચ આશરે 20% વધી ગયો છે. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને અમારા સભ્ય યુનિયનોએ પણ ખેડૂતોના ભાવમાં પાછલા વર્ષની સરખામણીએ 8-9%ની રેન્જમાં વધારો કર્યો છે. અમૂલ દૂધ ઉત્પાદકોને દૂધ અને દૂધની બનાવટો માટે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા દરેક રૂપિયાના લગભગ 80 પૈસા ચૂકવે છે. ભાવ સુધારણા દૂધ ઉત્પાદકોને દૂધના વળતરના ભાવ ટકાવી રાખવામાં અને તેમને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે.

Tv9 Gujarati News : Click Here

Divya Bhaskar News : Click Here

Leave a Comment