E Challan Gujarat 2023 : સરકારે હાલ ના સમયમાં E-Callan નામની ઓનલાઇન સુવિધા ચાલુ કરી છે, અત્યારે અમુક શહેરોમાં ઘણી બધી જગ્યાએ સીસીટીવી કેમરા લગાડવામાં આવ્યા છે. અમુક સંજોગે આપણે અજાણતા થી ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરતાં હોઈએ છીએ જેને કારણે ગાડી નંબર પર ઓનલાઇન ચલણ જાહેર કરવામાં આવે છે. આવી રીતે આપણાથી અજાણ્યાંમાં ટ્રાફિક નિયમનું ઉલંઘન થયું હોય અને ચલણ આયુ છે કે નહીં તે ચેક કરવા સરકારે ઓનલાઇન એક વેબસાઇટ જાહેર કરી છે જેનાથી ચેક કરી શકાય કે ચલણ ફાટ્યું છે કે નહીં.
E Challan Gujarat 2023
આર્ટિકલનું નામ | E Challan Gujarat 2023 |
પોર્ટલનું નામ | Digital Traffic/Transport Enforcement Solution |
સ્થળ | ગુજરાત |
સંબંધિત વિભાગ | ટ્રાફિક વિભાગ |
ચુકવણી પ્રક્રિયા | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | echallan.parivahan.gov.in |
તમારા વાહનનો વીમો ફાટ્યો કે નહિ
તમારા વાહનનો વીમો ફાટ્યો કે નહિ: know your challan status, તમારી કોઈપણ ગાડીમાં કે વાહનમાં ઓનલાઇન ચલણ જો ફાટયુ હોય તો અથવા મેમો ફાટ્યો છે કે નહીં તે તમે ઘરે બેસીને ઓનલાઇન જ જાણી શકો છો. અને જો તમારા વાહન પર ચલણ ફાટ્યું છે તો તમે ઘરે બેઠા જ તેનું પેમેન્ટ પણ ઓનલાઇન કરી શકો છો. હવે આજે આપણે આ પોસ્ટમા વિગતવાર જોઈએ કે આપણા વાહનનું ચલણ ફાટ્યું છે કે નહીં અને તેનું પેમેન્ટ ઓનલાઇન કઈ રીતે કરી શકાય.
E Challan Gujarat 2023 કેવી રીતે કામ કરે છે?
જ્યારે કોઈપણ આરટીઓ અથવા પોલીસ અધિકારી કોઈપણ મોટર વાહન નિયમોનું ઉલ્લંઘન કરે છે ત્યારે તે ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં ઈ-ચલન જારી કરે છે તો ઈ-ચલનને કઈ રીતે તપાસવું માટે અધિનિયમ અને નિયમો બનાવવામાં આવે છે જેથી ડ્રાઇવર મેળવેલા નિયમોની નકલને સાબિત કરી શકે છે.E Challan Gujarat 2023
વાહનના માલિકને તેના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ટ્રાફિક ગુનાની વિગતો સાથે એસએમએસની મોકલવામાં આવે છે. તે વાહનના માલિકને mParivahan એપ દ્વારા પણ જોવા મળી શકે છે.
E Challan Gujarat 2023 સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
- વાહનનો ઓનલાઇન મેમો ચેક કરવા માટે સૌથી પહેલા પહેલા તમારે ઓફીસીયલ વેબસાઇટ echallan.parivahan.gov.in ઓપન કરવાની રહેશે.
- ત્યારબાદ તમારે ચેક ચલણ સ્ટેટસ (Check Challan Status) વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાં તમને અલગ અલગ ત્રણ વિકલ્પ જોવા મળશે (ચલણ નંબર, વ્હીકલ નંબર, DL નંબર) મળશે. ત્યાં તમે વ્હીકલ નંબરવાળા ઑપ્શન પર ક્લિક કરો.
- વ્હીકલ નંબર સિલેક્ટ કર્યા બાદ વ્હીકલ નંબરવાળી જગ્યા પર તમારા વાહનનો નંબર નાખો, જે પછી એક Captcha code આવશે. આ પછી તમે Get Detail પર ક્લિક કરો. તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમારા ગાડીની નામે કોઇ ચલણ ઓનલાઇન જનરેટ ફાટ્યુ છે કે નહી. આ સિવાય તમે DL નંબર નાખીને પણ ચલણ નુ સ્ટેટ્સ ચેક કરી શકો છો.
MParivahan એપ પર e-Challan સ્ટેટસ જુઓ
- જો તમે વેબસાઈટ પર ચલણ સ્ટેટસ જોવા નથી માંગતા અને તમે તમારા સ્માર્ટફોન પર mParivahan એપ ઈન્સ્ટોલ કરી છે, તો તમે આ પણ કરી શકો છો
- સૌથી પહેલા તમારા સ્માર્ટફોન પર mParivahan એપ ખોલો.
- જે બાદ એપ્લિકેશન પૃષ્ઠમાં આપેલા મેનૂ બટન પર ક્લિક કરો. આ પછી એક સ્લાઇડ વિન્ડો ખુલશે જેમાં સર્ચ ચલન ઓપ્શન પર ક્લિક કરો.
- સર્ચ ચલણ પર ક્લિક કર્યા બાદ, તમે તમારા વાહન નોંધણી નંબર અથવા તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર દાખલ કરીને ચલણ સ્થિતિ ચકાસી શકો છો.
ઈ ચલણ પેમેન્ટ- E-Challan – Pay Traffic Police eChallan Online
E-Challan – Pay Traffic Police eChallan Online: અહીંથી ચેક કરો ઓનલાઇન, જો તમને આ વેબસાઇટ પર તમારા વાહન માટે ચલણની ડીટેઇલ જોવા મળે તો તમે ઑનલાઇન પેમેન્ટ પણ કરી શકો છો. આ માટે તમારે ચલણની આગળ Pay Now ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પ્રોસેસ મા તમારા રજિસ્ટર્ડ નંબર પર એક OTP આવશે. જે પછી તમે સંબંધિત રાજ્યના ઇ-ચલણ પેમેન્ટ વેબસાઇટ પર જશો. આ પછી (Next) ઑપ્શન પર ક્લિક કરો. આ પછી તમને સ્ક્રીન પર પેમેન્ટ કન્ફર્મેશનનું પેજ જોવા મળશે. હવે તમારે Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે પેમેન્ટ ગેટવે પસંદ કરીને ચલણની ઓનલાઇન ચૂકવણી કરી શકો છો.
મહત્વપૂર્ણ લિંક:
ઈ ચલણ પેમેન્ટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |