મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2021 | Mukhyamantri Bal Seva Yojana 2022

Mukhyamantri Bal Seva Yojana 2022

Mukhyamantri Bal Seva Yojana 2022 | મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2022 | Mukhyamantri bal seva yojana form Gujarat | મુખ્યમંત્રી બાલ સેવા યોજના pdf | દર મહિને રૂપિયા 4000 ની સહાય । Mukhyamantri bal sewa yojana 2022 | Mukhyamantri bal seva yojana form pdf

દેશમાં અને ગુજરાત રાજ્યમાં તથા વૈશ્વિક કોરોનાની મહામારી ફેલાયેલ છે. કોરોના મહામારીના કપરાં સમયમાં રાજ્યમાં ઘણા બધા બાળકોના માતા અને પિતા મૃત્યુ થયેલ છે. ઘણા કિસ્સામાં માતા-પિતા બન્નેનું અવસાન થયેલ હોવાનું માલૂમ પડેલ છે. માતા-પિતાના અવસાનથી રાજ્યમાં ઘણા બધા બાળકો અનાથ થયેલ છે. આવા અનાથ થયેલ બાળકો તમામ પ્રકારની યોજનાઓનો લાભ અપાવવા માટે રાજ્ય સરકાર સંવેદનશીલ છે. Covid-19 ની મહામારીમાં અનાથ થયેલ બાળકોને સહાય આપવા માટે “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અમલમાં મૂકવામાં આવેલ છે.

Mukhyamantri Bal Seva Yojana 2022 Overview

યોજનાનું નામ મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2021
ભાષા ગુજરાતી અને English
ઉદ્દેશ કોરોનાકાળમાં થયેલા અનાથ બાળકોને આર્થિક સહાય
લાભાર્થી-1 બે વાલી ગુમાવનાર અનાથ બાળકોને દર મહિને રૂપિયા 4000 ની સહાય
લાભાર્થી-2 એક વાલી ગુમાવનાર અનાથ બાળકોને દર મહિને રૂપિયા 2000 સહાય
કઈ કચેરીનો સંપર્ક કરવો જિલ્લા કક્ષાએ જિલ્લા બાળ સુરક્ષા એકમ

 

What is Mukhyamantri Bal Seva Yojna 2022?

મુખ્યમંત્રી બાળ સેવા યોજના વિષે વધુ જાણીએ તો માર્ચ-૨૦૨૦થી દેશમાં કોવિડ-૧૯ મહામારી ગંભીર રીતે ફેલાયેલ છે. કોરોના મહામારીના આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ઘણા બાળકોના માતા અને પિતા બંનેનુ અવસાન થયેલ છે.

માતા-પિતાના અવસાનથી અનાથ બનેલ બાળકોને આર્થિક સહાય અને અન્ય પ્રકારની યોજનાનો લાભ અગ્રતાના ધોરણે આપવાની બાબત સરકારશ્રીની સક્રીય વિચારણા હેઠળ હતી. પુરતી વિચારણાના અંતે કોવિડ-૧૯ મહામારીના સમયગાળા દરમિયાન આવા અનાથ બનેલ બાળકોને સહાય આપવા નીચે મુજબની યોજના અમલમાં મુકવાનું આથી ઠરાવવામાં આવે.

Water Pump Subsidy Yojana 2022 | ગુજરાત રાજ્ય ખેડુતો માટે પંપ સેટ સહાય સહાય યોજના

Eligibilty of Mukhyamantri Bal Seva Yojana 2022

  • 18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો કે જેમના માતા-પિતા બંનેનું કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાને લીધા વિના દર મહિને પ્રત્યેક બાળક દિઠ રૂપિયા 4000 રાજ્ય સરકાર આ ‘મુખ્યમંત્રી બાલ સેવા યોજના’ અન્વયે આપશે.
  • જે બાળકોનો 18 વર્ષ પૂર્ણ કર્યા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં આવરી લઈને આવકની મર્યાદાના બાધ સિવાય દર મહિને રૂપિયા 6000ની સહાયનો લાભ આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.
  • 21 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક- યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની 24 વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના અન્વયે દર મહિને રૂપિયા 6000ની સહાયનો લાભ મળશે. એટલે કે તમામ પ્રકારના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણવામાં આવશે.
  • રાજ્યના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, એન.ટી.ડી.એન.ટી (NTDNT) અને આર્થિકરીતે પછાત વર્ગના બાળકોને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને આદિજાતિના બાળકોને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિ જે તે વિભાગના ઠરાવો, પરિપત્રો, નિયમોને આધીન રહીને મંજૂર કરાશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓના લાભો આવકમર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય પાત્રતા ધરાવતા બાળકોને આપવાના રહેશે.
  • એટલું જ નહી, રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન કોઇપણ જાતની આવકમર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે અપાશે. આવા અનાથ અને નિરાધાર બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અન્વયે આવરી લેવામાં આવશે અને તેના લાભો કોઇપણ જાતની આવક મર્યાદા સિવાય પ્રાયોરિટીના ધોરણે અપાશે.
  • 14 વર્ષથી ઉપરની વયના બાળકો માટે વોકેશનલ તાલીમ અને 18 વર્ષથી ઉપરના બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ આ ‘મુખ્યમંત્રી બાલ સેવા યોજના’ અન્વયે સરકારી ખર્ચે અગ્રતાના ધોરણે અપાશે. જે દીકરીઓએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેવી નિરાધાર થયેલી કન્યાઓને શિક્ષણ માટે કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળાઓમાં પ્રવેશમાં અગ્રતા/પ્રાયોરિટી આપવામાં આવશે. હોસ્ટેલ ખર્ચ પણ અપાશે. આવી નિરાધાર કન્યાઓને લગ્ન માટે કુંવરબાઈનું મામેરૂ યોજના અંતર્ગત સમાવેશ કરીને આ યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે અને યોજના અન્વયે મામેરાની રકમ રાજ્ય સરકાર આપશે.

Mukhyamantri Bal Seva Yojana 2022 Terms and Conditions

  • આ યોજનાનો લાભ Mar-2020 થી કોરોના મહામારી સમાપ્ત ન થાય ત્યાં સુધી મળવાપાત્ર થશે.
  • ગુજરાતના મૂળ વતની હોય તથા ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 વર્ષથી કાયમી વસવાટ કરતા હોય તેવા અનાથ બાળકોને “mukhyamantri bal sewa yojana Gujarat” લાભ મળવાપાત્ર થશે.
  • નિરાધાર બાળક 10 વર્ષથી મોટી ઉંમરના હોય તો, આવા બાળકનું અલગ બેંક એકાઉન્‍ટ(Bank Account) ખોલાવવાનું રહેશે. તેવા બાળકના ખાતામાં જ DBT (Direct benefit Transfer) દ્વારા દર મહિને સહાયની રકમ જમા કરવામાં આવશે.
  • મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ નિરાધાર બાળક શાળાએ જવાની ઉંમર ધરાવતું હોય તો શાળાકીય શિક્ષણ ચાલુ હશે ત્યાં સુધી જ સહાય મળવાપાત્ર રહેશે.

નોંધ:- જયારે 10 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકના કેસમાં, અનાથ બાળકના ઉછેરની જવાબદારી ઉપાડનાર વ્યક્તિના નામે જ બેંક એકાઉન્‍ટ (Bank Account in Single Name) ખોલવવાનું રહેશે. અને તે બેંકમાં જ DBT (ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્‍સફર) થી માસિક સહાય ચૂકવાશે.

10 વર્ષ કે તેથી નાની ઉંમરનું બાળક જ્યારે 10 વર્ષથી વધુ ઉંમરનું થાય ત્યારે તે બાળકના નામનું અલગ બેંક એકાઉન્‍ટ ખોલવવાનું રહેશે, જેમાં DBT દ્વારા સહાય ચૂકવાશે.

Mukhyamantri Bal Seva Yojana 2022 Form

Mukhyamantri Bal Seva Yojana 2022

 

Download Mukhyamantri bal seva yojana form pdf

Mukhyamantri Bal Seva Yojana 2022

Prime Minister Narendra Modi said that children represent the future of the country and we are ready to do everything for the support and protection of children. It is our duty as a society to take care of the children.
The central government has also announced a plan for children
The central government has announced a number of welfare schemes for children affected by the corona virus through the PM Care Fund. The announcement comes on the eve of the completion of 7 years of the Modi government. Children whohave lost their parents in the Corona epidemic will be given a monthly allowance at the age of 18.

Leave a Comment