NHM ભાવનગર ભરતી 2022, ઓનલાઈન અરજી કરો@arogyasathi.gujarat.gov.in

NHM ભાવનગર ભરતી 2022 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભાવનગર જીલ્લા પંચાયત હેઠળ જીલ્લા તથા તાલુકા પીએચસી અને યુએચસી ખાતે ફાર્માસીસ્ટ અને અન્ય જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

NHM ભાવનગર ભરતી 2022

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા ફાર્માસિસ્ટ, એ.એન.એમ, ફાયનાન્સ આસિસ્ટન્ટ અને બીજી વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 17/10/2022 થી 23/10/2022 સુધીમાં ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.

NHM ભાવનગર ભરતી

કાર્યક્રમનું નામ નેશનલ હેલ્થ મિશન
પોસ્ટનું નામ ફાર્માસિસ્ટ, એ.એન.એમ, ફાયનાન્સ આસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ 24
અરજી પ્રકાર ઓનલાઈન
નોકરીનું સ્થળ ભાવનગર
ફોર્મની છેલ્લી તારીખ 23/10/2022
ઓફિશિયલ વેબસાઈટ arogyasathi.gujarat.gov.in

NHM ભાવનગર ભરતી 2022

જે મિત્રો નેશનલ હેલ્થ મિશન ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.

આ પણ વાંચો:- ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022-કુલ 823 જગ્યાઓ માટે ભરતી

NHM ભાવનગર ભરતી 2022

જગ્યાનું નામ કુલ જગ્યા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વય મર્યાદા
આર.બી.એસ.કે. ફાર્માસીસ્ટ 8 માન્ય યુનિવર્સીટીમાંથી ડીપ્લોમા / ડિગ્રી ફાર્મસી.
ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું જરૂરી.
હોસ્પિટલ તથા ડીસ્પેન્સરીમાં મેડીસીનનો અનુભવ ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે.
13,000/- 40 વર્ષ
આર.બી.એસ.કે. એ.એન.એમ. 6 સરકાર માન્ય એ.એન.એમ. કોર્ષ / ડીપ્લોમા નર્સિંગ પાસ.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન જરૂરી છે.
(ફક્ત સ્ત્રી ઉમેદવારની અરજી ધ્યાનમાં લેવામાં આવશે)
12,500/- 45 વર્ષ
ડીસ્ટ્રીકટ અર્બન ફાયનાન્સ આસીસ્ટન્ટ 1 માન્ય યુનિવર્સીટીના કોમર્સ સ્નાતક તેમજ કોમ્પ્યુટર એપ્લીકેશન ડીપ્લોમા / સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન.
એક્સપર્ટાઈઝ ઇન કોમ્પ્યુટર, સોફ્ટવેર મેનેજમેન્ટ (એમ.એસ. ઓફીસ / Tally / એકાઉન્ટીંગ / GIS / RCH Software / ફાઈલિંગ સિસ્ટમ), હાર્ડવેરની જાણકારી, ગુંજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી ટાઈપીંગ. સરકારી કે NGO સંસ્થાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી અતિ આવશ્યક છે.
13,000/- 58 વર્ષ
ડેટા એન્ટ્રી ઓપરેટર-એકાઉન્ટન્ટ 5 કોમર્સ સ્નાતક એમ.કોમ / બી.કોમ. કોમ્પ્યુટર એપ્લીકેશનમાં ડીપ્લોમા/સર્ટીફીકેટ કોમ્પ્યુટર સોફ્ટવેરનું (એકાઉન્ટન્ટ સોફ્ટવેર, એમ. એસ. ઓફીસ, જી.આઈ.એસ. સોફ્ટવેર વગેરે) હાર્ડવેરનું જ્ઞાન હોવું જોઈએ. ઓફીસ મેનેજમેન્ટ અને ફાઈલીંગમાં કુશળતા.
અંગ્રેજી અને ગુજરાતીમાં સારી ટાઈપીંગ અને ડેટા એન્ટ્રી સ્કીલ તથા આ ભાષાઓનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
13,000/- 58 વર્ષ
પ્રેક્ટીશનર ઇન મીડવેફરી મહુવા ગ્રામ્ય 4 જાહેરાતમાં આપેલ માહિતી વાંચો 30,000/-
+
ઇન્સેટીવ
40 વર્ષ

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
ફાર્માસિસ્ટ રૂ.13000/-
એ.એન.એમ રૂ.12500/-
અર્બન ફાયનાન્સ આસિસ્ટન્ટ રૂ.13000/-
ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટ રૂ.13000/-
Practitioner in Midwifery રૂ.30000/-

અગત્યની નોંધ : 

  • ફક્ત સત્તાવાર જાહેરાતમાં આપેલ વેબસાઈટ મારફતે આવેલ જ અરજી સ્વીકારવામાં આવશે અન્ય આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજી માન્ય રહેશે નહી.
  • સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી નામંજુર કરવામાં આવશે.
  • અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  • તમામ કેડરની પસંદગી માટે ડિગ્રી / ડીપ્લોમા / ગ્રેજ્યુએશનના ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ તૈયાર કરી તેમજ ફાઈનલ વર્ષમાં એક થી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ ટ્રાયલ 3% બાદ કરીને મેરીટ તૈયાર કરવામાં આવશે. એકાઉન્ટન્ટ-ડેટા આસી.ની કેડર માટે કોમ્પ્યુટર સ્કીલ આવશ્યકતા હોઈ ToRમાં દર્શાવ્યા અનુસાર કોમ્પ્યુટર લાયકાત ધરાવતા હોય તેમને મેરીટમાં કન્સીડર કરવામાં આવશે.
  • ઉમેદવારે એક કરતા વધુ પોસ્ટ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો: કુંવરબાઈનુ મામેરું યોજનાની વિગત અને અરજી ફોર્મ 2022

NHM ભાવનગર ભરતી પસંદગી પક્રિયા

  • ઉમેદવારો ની પસંદગી શૈક્ષણિક લાયકાત અને પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

NHM ભાવનગર ભરતી ઓનલાઈન ફોર્મ

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in પર જઈને તારીખ 17 ઓક્ટોબર 2022 થી 23 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

મહત્વપૂર્ણ લિંક :

નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટે અહીં ક્લિક કરો

NHM ભાવનગર ભરતી FAQ

૧. NHM નું પૂરું નામ શું છે?

  • NHM નું પૂરું નામ નેશનલ હેલ્થ મિશન છે.

૨. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભાવનગરમાં કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

  • નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભાવનગર જિલ્લામાં 24 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

Leave a Comment