સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના ઇન્ફોર્મેશન વિભાગ દ્વારા બહાર પાડેલ પુસ્તકો

તમારે જે પુસ્તક ડાઉનલોડ કરવું હોય તેના ફોટા પર ક્લિક કરતા તે ડાઉનલોડ કરી શકાશે 

 

 

 

તમારે જે પુસ્તક ડાઉનલોડ કરવું હોય તેના ફોટા પર ક્લિક કરતા તે ડાઉનલોડ કરી શકાશે

 

https://project303.blogspot.com/2021/06/exam-book-all.html

 

 

 

https://project303.blogspot.com/2021/06/exam-book-all.html

 

https://project303.blogspot.com/2021/06/exam-book-all.html

 

 

 

https://project303.blogspot.com/2021/06/exam-book-all.html
https://project303.blogspot.com/2021/06/exam-book-all.html

 

 

https://project303.blogspot.com/2021/06/exam-book-all.html

 

 

https://project303.blogspot.com/2021/06/exam-book-all.html

 

 

https://project303.blogspot.com/2021/06/exam-book-all.html

 

 

ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિની વિશિષ્ટ વિરાસત ધરાવતું રાજ્ય છે . ગુજરાતની ધરતી પર અનેક જાતિઓએ આદિકાળથી પોતાની આગવી સંસ્કૃતિ સાથે જીત 9 નિર્વાહ કર્યો છે . પ્રકૃતિના ખોળે અરવલ્લી પર્વતની ડુંગરમાળામાં દાંતાથી લઈને ડાંગ સુધીના વિસ્તારમાં પાંગરેલી આદિવાસી સંસ્કૃતિએ પોતાની એક આગવી જીવનરીતિ અને સંસ્કૃતિને ધબકતી રાખી છે . આદિવાસી પ્રજાજનોએ આટઆટલા વૈશ્વિક પરિવર્તનો , સાંસ્કૃતિક આક્રમણો વચ્ચે પણ પોતાની આગવી સંસ્કૃતિને અકબંધ રાખી છે . તેનું જતન કર્યું છે . એ એમની ગરિમાની અદ્ભુત ઓળખ છે . આદિવાસીઓના સમગ્રતયા વિકાસ માટે હંમેશાં પ્રયત્નશીલ રાજ્ય સરકારે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી કુટુંબોને ગુણવત્તાયુક્ત રોજગારી , પરિણામલક્ષી શિક્ષણ , વેગવંતો આર્થિક વિકાસ , સૌને માટે આરોગ્ય , પીવાનું શુદ્ધ પાણી , સિંચાઈ , બારમાસી રસ્તાઓ , સાર્વત્રિક વીજળીકરણ જેવી સવલતો ઉપલબ્ધ કરાવીને આદિજાતીના સર્વાગીણ વિકાસને રાજ્ય સરકારે અગ્રતા આપી છે . ગુજરાતના આદિવાસી પ્રજાની જીવનશૈલી , ધાર્મિક ઉત્સવો , સામાજિક તહેવારો , બોલી , પહેરવેશ , આભૂષણો , રહેણીકરણી , આહાર , કલાઓ વગેરે વિગતોને આવરી લઈ “ આદિવાસી સાંસ્કૃતિક વારસો ’ નામની પુસ્તિકા તૈયાર કરાવી છે . ચિત્રો અને તસવીરોસભર પ્રસ્તુત પુસ્તિકા ગુજરાતના સાહિત્યપ્રેમીઓ , સંસ્કૃતિ અને કલારસિકો , અભ્યાસુઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ પડશે એવી શ્રધ્ધા છે .

ગરવી ગુજરાતની ધરતી એટલે કલા , સંસ્કૃતિ અને સંસ્કારનો અખૂટ ખજાનો . લોકજીવનના ઉર્મિધબકાર જે તે પ્રાતના લોકનૃત્યોમાં ઝીલાતા જોવા મળે છે . નૃત્ય એ અભિવ્યક્તિનું એક એવું માધ્યમ છે , જેમાં ભાષા કરતાં ભાવનું વધુ મહત્ત્વ રહેલું છે . ધાર્મિક , સામાજિક પ્રસંગો તથા પર્વો અને મેળાઓમાં નૃત્યોનું આગવું સ્થાન રહ્યું છે . દરેક નૃત્યસ્વરૂપની તેની આગવી ઓળખ હોય છે . શબ્દ , લય અને સંગીતમાં વિવિધ પ્રાંતની સોડમ મહેકતી હોય છે . શાસ્ત્રીય અને લોકનૃત્યોનાં વિવિધ સ્વરૂપો છે . આપણા ગુજરાતનાં લોકનૃત્ય , દાંડિયા રાસ અને આદિવાસી નૃત્યો સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે . શક્તિની ઉપાસના તરીકે અથવા શૌર્યની અભિવ્યક્તિ સ્વરૂપે , પ્રેમ – પીડા , હાસ્ય – રુદન જેવા તમામ ભાવોની ઝલક આપણાં લોકનૃત્યોમાં જોવા મળે છે . ગોફગૂંથન , મેર નૃત્યો સહિતનાં વિવિધ લોકનૃત્યોની વિશેષ માહિતી સાથેની પુસ્તિકા ‘ ગુજરાતનાં લોકનૃત્યો’ના પ્રકાશન માટે ગુજરાત રાજ્ય માહિતી ખાતાને અભિનંદન . આ પુસ્તક કલારસિકોને તથા ઉત્સવપ્રેમીઓને ઉપયોગી થઈ પડશે તેવો મને વિશ્વાસ છે .

ગુજરાતની ધરતી હજારો વર્ષથી કલા , સંસ્કાર અને સંસ્કૃતિથી ધબકતી રહી છે . અહીંના લો કજીવન પાસે લોકસંસ્કૃતિની અને લોકકલાની નીજી વિરાસત છે . જગતભરમાં જેનો જોટો ન જડે એવા લોકજાતિઓ પાસે પોતાના ભાતીગળ વસ્ત્રાલંકારો , ખાનપાન , પશુ અને ઘરના શણગારો , કાષ્ઠ શિલ્પ , ધાતુપાત્રો , લોકમનોરંજન , હથિયારો , મેળા , ઘરનું સ્થાપત્ય , લીંપણ અને ચિત્રો છે . એમાંથી લોકકલાનું સૌંદર્ય જાણે કે સાદ પાડી ઉઠે છે . દેશ – વિદેશમાંથી અભ્યાસુઓ આ વિષયમાં સંશોધન કરવા ગુજરાતમાં આવે છે , અભિભૂત થાય છે અને તસવીરો , ફિલ્મો અને અધ્યયન સામગ્રી સાથે લઇ જાય છે . રાજ્ય સરકારના માહિતી ખાતાની આ પ્રકાશકીય ટીમ દ્વારા જાણીતા લેખક અને સાહિત્યકાર શ્રી જોરાવરસિંહજી જાદવ પાસે “ ગુજરાતનો લોકકલા વૈભવ ’ અલભ્ય તસવીરો સાથે ગ્રંથ તૈયાર કરાવ્યો છે . ચિત્રો અને તસવીરોથી ધબકતો આ મૂલ્યવાન ગ્રંથ ગુજરાતના સાહિત્ય પ્રેમીઓ , ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ , સંસ્કૃતિ અને કલા રસિકોને અત્યંત ઉપયોગી થઇ પડશે . એટલું જ નહીં , પણ પ્રત્યેક ગુજરાતીના ઘરમાં સાચવી રાખવા જેવું ઘરેણું બની રહેશે એવી મને શ્રધ્ધા છે .

ગુજરાતની લોકસંસ્કૃતિના ભાતીગળ રંગો … ગુજરાતની ધરતીને કુદરતે છૂટે હાથે પ્રાકૃતિક સૌંદર્ય બક્યું છે . સૌરાષ્ટ્રની ધરતીને અડીને આવેલો ૧૬00 કિ.મી.નો લાંબો સાગરકિનારો , ડુંગરાની ગાળિયું , જંગલ ને ઝાડિયું વચ્ચે હજારો વર્ષથી સાગરસંસ્કૃતિ , કૃષિસંસ્કૃતિ , ગોપસંસ્કૃતિ , લોકસંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિનું સર્જન થયું છે . જગતભરમાં જેનો જોટો જડે નહીં એવી ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિ છે . એનો અભ્યાસ કરવા અનેક વિદેશી પર્યટકો અહીં ઊતરી આવે છે . તેઓ ગુજરાતની ધરતીને ગીત , સંગીત અને નૃત્યથી ગુંજતી જોઈને આનંદવિભોર બની જાય છે . ગુજરાતીઓ દેશ – પરદેશમાં જેને માટે ગૌરવ લે છે એ લોકસંસ્કૃતિના સર્જનહાલસમાં લોકઉત્સવો , મેળાઓ , કમાંગરી શૈલીનાં ભીંતચિત્રો , ગુર્જર સુથારોનું કાષ્ઠકંડારણ , હીરભરત , મોતીભરત , પોથીચિત્રો , ચંદરવાનું છાપકામ , કટાબકામ , મોતીપરોવણું , લીપણનકશી , આળેખચિત્રો , રંગોળી , ઘાટસુઘાટનાં ઘરેણાંની સાથે લોકજીવનને મનોરંજન પૂરું પાડી લોકહૈયામાં આનંદનો અબીલગુલાલ ઉડાડનારાં લોકનૃત્યો , ભવાઈ , બાવનપૂતળીનો ખેલ , વાદી , મદારી , ચૂંદડિયા મહારાજ , નટ , બજાણિયા , નાથબાવા , માંકડાં અને રીંછડાં રમાડનારા , તૂરી – બારોટ અને ભાંડની સાથોસાથ લોકજીવનને સંસ્કારનારા ભવૈયાનાં પેડાં , રામલીલા , ઢાઢીલીલા , જોગીલીલા , લોકકથાકારો , લોકસંગીત , સંતવાણી અને ગાગરિયા માણભટ્ટોની ગૌરવપૂર્ણ પંરપરાગત ધરોહર આપણે ત્યાં હતી . આજે આ લોકવિરાસત ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે ત્યારે ગૌરવપૂર્ણ વારસાનો પરિચય કરાવવાના શુભાશયથી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે . નવી પેઢીના બાળકો આ કલાવારસામાં રસ લેતાં થાય એ પણ એટલું જ જરૂરી છે . આ ગ્રંથમાં ગુજરાતની લોકજાતિયો , તેમનાં વસ્ત્રાલ કારો , લોકઉત્સવો , પવો , મેળા , લોકસંગીત , લોકનૃત્યો , લોકવાદ્યો , ખાનપાન , પશુ શણગારો , રમકડાં , લોકમનોરંજન કરાવનારી લોકજાતિયો , હસ્તલિખિત પોથીઓ , કાછશિલ્પ , હવેલી સ્થાપત્ય , ઘરનું રાચરચીલું , કમાગરોનાં ભીંતચિત્રો , કાચચિત્રો , આદિવાસી ભીંતચિત્રો , લોકભરત , મોતીપરોવણું , કટાવકામ , જૂના પંથકો , અને પરગણાં ઉપરાંત લોકસંસ્કૃતિના વિવિધ પાસાંની વિગતપૂર્ણ ચર્ચા કરી છે . આ વિષયોને સારી રીતે સમજી શકાય તે માટે ચિત્રો અને તસવીરોથી પુસ્તકને હેતુલક્ષી અને કલાપૂર્ણ બનાવ્યું છે . ગુજરાતની લોકસંસ્કૃતિનો પરિચય કરાવવાના શુભાશયથી “ ગુજરાતનો લોકકલા વૈભવ ” પુસ્તકનું પુનઃપ્રકાશન થઈ રહ્યું છે . આ ગ્રંથ લોકસંસ્કૃતિપ્રેમી , અભ્યાસુઓ અને ગુજરાતીઓના ઘરનું ઘરેણું બની રહેશે એમ હું વિનમ્રપણે માનું છું . મને શ્રદ્ધા છે કે ગુજરાતની લોકવિદ્યા , લોકસંસ્કૃતિ , લોકસાહિત્ય અને લોકકલામાં રસ ધરાવનાર સૌ કોઈને અને દૂર દેશાવર વસતાં ગુજરાતીઓને માટે આ ગ્રંથ માહિતીપ્રદ બની રહેશે . ગુજરાત સરકારના માહિતી ખાતા તરફથી આ મૂલ્યવાન ગ્રંથ તૈયાર કરાવીને પ્રગટ કરવામાં આવ્યો છે . એ માટે માહિતી નિયામક , સંયુક્ત માહિતી નિયામક શ્રી પુલકભાઇ ત્રિવેદી તથા નાયબ માહિતી નિયામકશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું . આ પુસ્તકમાં ચિત્રકારો સર્વ શ્રી રવિશંકર રાવલ , સોમાલાલ શાહ , જ્યોતિ ભટ્ટ , વાસુદેવ સ્માર્ત , ખોડીદાસ પરમાર , પ્રદ્યુમ્ન તન્ના , નાગજીભાઈ ચૌહાણ , અશોક ખાંટ , પ્રતાપસિંહ જાડેજા , દિનુ પટેલ , સવજી છાયા અને ઊમરશી પરમાર , ગૌતમ વાઘેલા તથા ગુજરાત લોકકલા ફાઉન્ડેશન તરફથી કલાપૂર્ણ ચિત્રો તથા શ્રી પ્રાણલાલ પટેલ , ઝવેરીલાલ મહેતા , વિવેક દેસાઇ , ભાટી એન . અમૂલ પરમાર , શાહ , જોગેશ ઠાકર , એ . એલ સોની , દિલિપ પઢિયાર , હેમાંગ દેસાઇ તથા મણિલાલ રાજપૂતની મનોહર તસવીરો મળી છે એ સૌનું હૃદયપૂર્વક ઋણ સ્વીકારું છું .

ગુજરાતના ઇન્ફોર્મેશન વિભાગ દ્વારા બહાર પાડેલ પુસ્તકો ડાઉનલોડ કરો. જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થશે.

● આદિવાસી સંસ્કૃતિ વારસો

● ગુજરાતના લોકનૃત્યો

● ગુજરાતનો લોકકલા વૈભવ

● ગુજરાતની સ્થાપત્યકલા

● ગુજરાતના લોકાત્સ્વો અને મેળાઓ

● આદિજાતિની યોજનાઓ

● ગુજરાતની લોકસંસ્કૃતિ

● ગુજરાતનો પુરાત્વીય વારસો

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા ખાસ નમ્ર વિનંતી. ..

ગુજરાતના ઇન્ફોર્મેશન વિભાગ દ્વારા બહાર પાડેલ પુસ્તકો ડાઉનલોડ કરો. જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થશે.

Leave a Comment