GRD SRD Bharti 2023 : ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની ભરતી, ધો 3 પાસ પર

GRD SRD Bharti 2023 : ગુજરાત પોલીસમાં 3 પાસ માટે ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની ભરતી કરવામાં આવી રહી છે. 225+ જગ્યાઓ પર સીધી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે, અરજી કરવા તેમજ વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો police.gujarat.gov.in

GRD SRD Bharti 2023

સંસ્થાનું નામ ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2023
વેબસાઈટ police.gujarat.gov.in

 

મહત્વની તારીખ

ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ ભરતીની નોટિફિકેશન ગુજરાત પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 04 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 ઓક્ટોબર 2023 છે.

 

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

 

કુલ 225 જગ્યાઓ પર ભરતી

પોલીસ વિભાગ દ્વારા GRD SRD ની કુલ 225 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં ગ્રામ રક્ષક દળની 169 જગ્યા તથા સાગર રક્ષક દળની 56 જગ્યાઓ ખાલી છે.

 

GRD SRD Bharti 2023 લાયકાત

સત્તાવાર જાહેરાતમાં જણવ્યા મુજબ GRD SRD ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 3 પાસ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે.

 

GRD SRD Bharti 2023 અરજી ફી

પોલીસ વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

 

વયમર્યાદા

GRD/SRD ની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 20 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 50 વર્ષ છે.

 

પસંદગી પ્રક્રિયા

  • શારીરિક કસોટી
  • ઇન્ટરવ્યૂ

 

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો (ડોક્યુમેન્ટ)

  • આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • તથા અન્ય

 

પગાર ધોરણ

ગ્રામ રક્ષક દળનીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને દરરોજ 300 રૂપિયા એટલે કે માસિક 9000 રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવી શકે છે. આ સાથે ઉમેદવારને અન્ય લાભ પણ આપવામાં આવી શકે છે.

 

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.

 

અરજી ફોર્મ મેળવવા તથા જમા કરાવવાનું સ્થળ

  • ખંભાળિયા
  • સલાયા
  • વાડીનાર
  • દ્વારકા
  • ઓખા
  • મીઠાપુર
  • કલ્યાણપુર
  • ભાણવડ

 

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટ અહીં ક્લિક કરો

 

GRD SRD Bharti 2023
                                                            GRD SRD Bharti 2023

Leave a Comment