Junior Clerk New Exam Date 2023 : જુનિયર ક્લાર્ક પરીક્ષાની નવી તારીખ જાહેર, જુઓ ક્યારે લેવાશે

Junior Clerk New Exam Date 2023 : જુનિયર ક્લાર્ક પરીક્ષાની નવી તારીખ : જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર રદ (Gujarat Junior Clerk Exam 2022 Cancelled) થતાં નવી પરીક્ષાની તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે. નવી તારીખ (Junior Clerk New Exam Date 2023) ટૂંક સમયમાં જ જાહેર કરવાની માહિતી આપી છે. GPSSB નવી પરીક્ષા એક સપ્તાહ કે પંદર દિવસની અંદર જ લેવાની જાહેરાત કરી છે.

સંસ્થા નું નામ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પોસ્ટનું નામ જુનિયર ક્લાર્ક
પરીક્ષાની નવી તારીખ 09 એપ્રિલ2023
જોબનો પ્રકાર ગુજરાત સરકારી નોકરીઓ
જુનિયર કલાર્ક ઉમેદવારોની સંખ્યા 9.53 લાખ
સત્તાવાર વેબસાઈટ http://gpssb.gujarat.gov.in/
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટ ojas.gujarat.gov.in

Junior Clerk New Exam Date 2023 | હવે ક્યારે યોજાશે પરીક્ષા?

મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકસાન ના થાય તે હેતુથી ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક નિર્ણય લઈને સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય મંડળ દ્વારા લેવામાં આવ્યો છે. આ સાથે જણાવવામાં આવ્યું કે મોકૂફ રાખાયેલી પરીક્ષા આગામી 100 દિવસમાં યોજવામાં આવશે. રાજ્યમાં યોજાનારી અન્ય પરીક્ષાઓ, શાળા-કૉલેજની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે.

જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ

જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલ માસમાં યોજાશે. જોકે, હજી સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી. તે ટૂંક સમયમાં જાહેર કરાશે તેવુ મંડળ દ્વારા કહેવાયુ છે. જોકે, બોર્ડની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. આ વિશે હસમુખ પટેલે માહિતી આપતા કહ્યું કે, બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા લેવામાં આવશે. પંચાયત સેવા પસંદગી મંડળ અને સરકારની પ્રાથમિકતા તમામ પરીક્ષાઓ સારી રીતે યોજાય તેવી છે.

Junior Clerk New Exam Date 2023

મહત્વપૂર્ણ લિંક :

GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટ http://gpssb.gujarat.gov.in/
નવી તારીખ નોટિફિકેશન અહીં ક્લિક કરો

Leave a Comment