LRD વેઇટિંગ લિસ્ટ અંગે મોટા સમાચાર: ચાલુ સપ્તાહમાં જ બહાર પડશે LRD વેઇટિંગ લિસ્ટ, 518 ખાલી પોસ્ટ પર મળી શકે છે નિમણૂક પત્ર
2018 LRD વેઇટિંગનું લિસ્ટનું લિસ્ટ જાહેર કરવા મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. હર્ષ સંઘવીની રાજકોટ મુલાકાત વખતે મીડિયાકર્મીઓએ LRD વેઇટિંગનું લિસ્ટ ક્યારે બહાર પડાશે તેવો સવાલ કર્યો હતો જેના જવાબમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં જ LRD વેઇટિંગનું લિસ્ટ જાહેર થશે. ભૂપેન્દ્ર પટેલ સરકાર યુવાનોને કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખી છે. આ બાબતે પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે. જે બાદ હવે થોડા જ સમયમાં LRD 2018નું વેઇટિંગ લિસ્ટ જાહેર કરી તાત્કાલિકના ધોરણે જે જગ્યાઓ ખાલી છે તે ભરી દેવામાં આવશે.
LRD વેઇટિંગ લિસ્ટ 2022
LRD 2018-19 Waiting List PDF : Lokrakshak Recruitment Board (LRB) has published LRD Waiting List 2018-19 for the post of Lokrakshak / Constable, Check below for more details. વર્ષ 2018માં LRDની ભરતીની પરીક્ષાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી ઉમેદવારો સાથે મુલાકાત કરી 2018માં એલઆરડીની ભરતીનું 20 ટકા વેઈટીંગ લીસ્ટ ટૂંક સમયમાં જાહેર કરાશે તેમ જણાવ્યું હતું LRD Waiting List PDF lrd waiting list pdf.
LRD વેઇટિંગ લિસ્ટ 2022
અનેક ઉમેદવારને સરકારી સેવામાં જોડાવાની તક મળશે- સામાન્ય રીતે વિવિધ ભરતી પ્રક્રિયામાં પસંદગી યાદી બાદ 10 ટકા જગ્યાની વેઇટિંગ લિસ્ટ (government job waiting list in gujarat) તૈયાર કરવામાં આવે છે, પરંતુ આશાસ્પદ યુવાનો-યુવતીઓને રોજગારી (Employment In Gujarat)ની તક મળે તે માટે હવે 10 ટકાને બદલે 20 ટકાની પ્રતીક્ષાયાદી તૈયાર કરવામાં આવશે. આ નિર્ણયને પરિણામે જે ઉમેદવારો નોકરી માટે અરજી કરવાની મહત્તમ વય મર્યાદા પૂરી કરી ચૂક્યા હતા અને નોકરી મેળવવાની આશાને તિલાંજલિ આપી ચૂક્યા હતા તેવા ઉમેદવારને સરકારી સેવામાં જોડવાની તક મળશે.
ફક્ત વર્ષ 2018 એલઆરડીની ભરતીનુ વેઈટીંગ લિસ્ટ ઓપરેટ થશે
મહત્વનું છે કે, વર્ષ 2018 એલઆરડીની ભરતીનુ વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવાની માંગ સાથે ગાંધીનગર ખાતે એલઆરડીના પરીક્ષાર્થીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ચર્ચા કરી હતી.અને વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવા અંગે સરકારનુ સકારતમક વલણ અપનાવી 20 ટકા વેઈટીંગ લિસ્ટને રી ઓપન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નોંધનિય છે કે, 1-08-2018ના પરીપત્રને લઈ એલઆરડીની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને અન્યાયની લાગણી થઈ હતી.વર્ષ 2018માં LRDની ભરતીની પરીક્ષાર્થીઓ માટે વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે હાલ જે નવી ભરતી ચાલી રહી છે તેમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોવાથી વેઈટિંગ લિસ્ટ બહાર પાડવામાં નહીં આવે.
Official Website | lrdgujarat2021.in |