મફત છત્રી સહાય યોજના [email protected]

મફત છત્રી સહાય યોજના : (મફત છત્રી યોજના) Online Apply Last Date Extended @ikhedut.gujarat.gov.in Apply Online Assistance scheme to provide free umbrella / shade cover to small sellers to prevent spoilage of fruits and vegetables. Free umbrella scheme is included in horticulture scheme in Gujarat government’s i-farmer portal. The time limit for the beneficiary to apply.

ગુજરાત સરકાર દ્વારા સમાજમાં નબળા વર્ગ માટે સમય દરમિયાન ઘણી બધી યોજના અમલમાં મુકવામાં આવે છે અને આર્થિક રીતે સહાય તેમજ સાધન સહાય પણ સરકાર દ્વારા આપવામાં આવે છે જે નાગરીકો આ યોજનાનો લાભ લઇને તેમના વ્યવસાયમાં આર્થિક રીતે સહાય મેળવી શકે છે. આત્મનિર્ભર બની શકે છે તે માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકો માટે મફત છત્રી સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.

મફત છત્રી સહાય યોજના

 

આજે આપણે આ લેખ દ્વારા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં મફત છત્રી સહાય યોજના (Mafat Chhatri Yojana Gujarat 2022) વિશેની ચર્ચા કરીશું જેમાં સરકાર દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો તેમજ આ યોજના માટે અરજી કરવા માટેની પાત્રતા જેવી વગેરે આપણે આ લેખ દ્વારા ચર્ચા.

મફત છત્રી યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ તમે આ યોજનાનો લાભ લઇ શકો છો, તે ઉપરાંત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર તાડપત્રી ખરીદવા પર સહાય, આઇ ખેડુત મોબાઈલ સહાય યોજના, પશુપાલન સહાય યોજના છે વગેરે યોજનાઓ આ પોર્ટલ દ્વારા ચલાવવામાં આવે છે છે, બધીજ વસ્તુઓ વિશેની માહિતી તમને અમારી આ વેબસાઇટ પરથી મળી રહેશે.

About ikhedut મફત છત્રી સહાય યોજના ગુજરાત

કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતો, પશુપાલકો, બાગાયતી કે ફળોનું ઉત્પાદન કરતા વેચાણકારો વગેરે માટે પણ વિવિધ સરકારી યોજનાઓ ikhedut દ્વારા ઓનલાઈન ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા બાગાયતી યોજના હેઠળ ચાલતી મફત છત્રી યોજના વિશે વિગતવાર માહિતી રજૂ કરીશું.

આ પણ વાંચો :

મફત છત્રી સહાય યોજના 2022 વિગતો

યોજનાનું નામ વિનામૂલ્યે છત્રી સહાય યોજના
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના
વિભાગનું નામ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/
 અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2022
મળવાપાત્ર લાભ આ યોજના રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે. • આ યોજનામાં લાભાર્થી દીઠ (‌એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.

Benefits of Mafat Chhatri Yojana Gujarat | મફત છત્રી સહાય યોજના ગુજરાત

મફત છત્રી યોજના નો લાભ નીચે મુજબ છે.

➤iKhedut પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે.

➤નાના લારીવાળા ફેરીયાઓને પણ આ યોજનાનો લાભ મળશે.

અરજદાર રોડ સાઈડ પર, હાટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય એમને મળશે.

જે કૃષિપેદાશો કે જેમનો ઝડપથી નાશ પામે છે તેનું વેચાણ કરતા નાના વેચાણકારો મફત છત્રી યોજનાનો લાભ મળશે.

આ પણ વાંચો : કુટુંબ સહાય યોજના ( સંકટ મોચન યોજના ) અરજી ફોર્મ અને ડોક્યુમેન્ટ 2022

મફત છત્રી સહાય યોજનાનો હેતુ | Mafat Chhatri Yojana Purpose

આ યોજના અંતર્ગત ગુજરાત સરકારનો મુખ્ય હેતુ શાકભાજી તેમજ ફળ પાકોનો બગાડ અટકાવવાનો છે. એના માટે થઈને ચોમાસા દરમ્યાન નાના વેચાણકારોને વિનામૂલ્યે એટલે કે મફત છત્રી અથવા શેડ કવર આપવામાં આવશે. ચોમાસાના વાતાવરણ દરમિયાન વરસાદના લીધે ફળ તેમજ શાકભાજી વેચતા લોકોને તેમના શાકભાજી ન બગડે તે માટે થઈને આ યોજના ચાલુ કરવામાં આવેલી છે.

Mafat Chhatri Yojana Benefits| આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ

iKhedut પોર્ટલ પર મુકેલી આ યોજના અંતર્ગત રાજ્યના ફળ, શાકભાજી, ફુલ પાકો તથા કૃષિ પેદાશો નું રોડ સાઈડ પર વેચાણ કરતા અથવા તો હાટ બજારમાં વેચાણ કરતા કે પછી લારીવાળા ફેરિયાઓને મફત છત્રી અથવા શેડ કવર આપવામાં આવશે. જેના થકી ગુજરાત સરકારનું માનવું છે કે લારીવાળા ફેરિયાઓને બગાડ થતો અટકશે અને તેની આજીવિકા ચાલતી રહેશે. આ યોજના હેઠળ લાભાર્થી દીઠ એટલે કે એક આધાર કાર્ડ દીઠ એક છત્રી અથવા શેડ કવર પુખ્ત વયની વ્યક્તિને મળવા પાત્ર રહેશે.

Document Required For Mafat Chhatri Yojana Gujarat | મફત છત્રી સહાય યોજના ગુજરાત

મફત છત્રી યોજનાનો લાભ મેળવવા માટે જરૂર ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.

  1. આધારકાર્ડની નકલ
  2. ગુજરાત અર્બન લાઈવલી હૂડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ (જો હોય તો)
  3. રેશનકાર્ડની ઝેરોક્ષ
  4. અનુસૂચિત જાતિ(એસ.સી)  અને અનુસૂચિત જનજાતિ(એસ.ટી)નું પ્રમાણપત્ર (જો હોય તો)
  5. દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (જો હોય તો)
  6. સંસ્થાએ લાભ લેવાના હોય તો રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર

મફત છત્રી સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટેની પ્રોસેસ | Online Apply

 

  1. સૌપ્રથમ આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે ગૂગલ પર જઈને iKhedut Portal સર્ચ કરવાનું રહેશે.
  2. ત્યારબાદ નીચે આવેલા રિઝલ્ટમાં આ વેબસાઈટ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર ક્લિક કરો.
  3. આ વેબસાઈટ ઉપર નીચે દર્શાવ્યા પ્રમાણે ક્લિક કરો.
  4. યોજનાઓ >>> બાગાયતી યોજનાઓ >>> વિગતો માટે અહીં ક્લિક કરો >>> અરજી કરો
  5. ત્યારબાદ તમે વ્યક્તિગત લાભાર્થી કે સંસ્થાકિય લાભાર્થી છો? તે સિલેક્ટ કરીને આગળ વધવા ઉપર ક્લિક કરો.
  6. ત્યારબાદ તમે રજિસ્ટર્ડ અરજદાર છો? તે સિલેક્ટ કરીને આગળ વધવા ઉપર ક્લિક કરો.
  7. ત્યારબાદ નવી અરજી ઉપર ક્લિક કરીને તમારી સંપૂર્ણ વિગત ભરો.
  8. ત્યારબાદ અરજી અપડેટ કરીને અરજી કન્ફર્મ કરવા ઉપર ક્લિક કરો.
  9. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ તેની પ્રિન્ટ કરી તે પ્રિન્ટ માં સહી સિક્કા કરીને ત્યાર બાદ તેને ફરીથી અપલોડ કરો. સાથે સાથે જરૂરી ડોક્યુમેન્ટ પણ જોડાણ કરો. અથવા તો
  10. અરજી પ્રિન્ટ ની સહી કરેલ નકલ અંતિમ તારીખ પહેલા જિલ્લાના બાગાયતી વિભાગ માં જમા કરવાની રહેશે.

Important Dates

Starting Date For Application : 29/08/2022

Last Date For Application : 30/08/2022

Mafat Chhatri Yojna Gujarat 2022 Apply Online Click Here

Leave a Comment